વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ભારતમાં કોરોના કેસમાં વધારો જોતા એક્સપર્ટ્સનું માનવું છે કે કોરોનાની ત્રીજી લહેર ની દહેશત થઈ ગઈ છે અને તેમાં ઓમિક્રોન વેરિયન્ટ અને ડેલ્ટા વેરિયન્ટ ઝડપથીભરખી રહ્યો છે નવા ઓમિક્રોનને લઈને એક્સપર્ટ્સનું કહેવું છે કેઆ એટલી મોટી બીમારી નથી પરંતુ ઓમિક્રોનથી સંક્રમિત કેટલાંક લોકો રિકવરી પછી પણ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તેમાંલાંબા સમય સુધી લક્ષણ જોવા મળી રહ્યાં છે.
યુનાઈટેડ કિંગડમના રિપોર્ટ મુજબ કોવિડ-19ના દુર્લભ લક્ષણ ‘બ્રેન ફોગ’ ઓમિક્રોન વેરિયન્ટમાં પણ જોવા મળી રહ્યાં છે. ધ ડેઈલી એક્સપ્રેસ મુજબ કોવિડ-19 સંક્રમિત ZOE COVID સ્ટડી એપમાં પોતાના લક્ષણો અંગે જણાવી રહ્યાં છે. અનેક લોકો બ્રેન ફોગ અંગે પણ જણાવી રહ્યાં છે કે તેઓને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ એપ પેશન્ટ દ્વારા જણાવવામાં આવતા લક્ષણોનું વિશ્લેષણ કરે છે.બ્રેન ફોગ છેલ્લાં કેટલાંક સમયથી કોવિડ-19નો નોર્મલ લક્ષણ છે. જાણકારી અનુસાર બ્રેન ફોગ અંગેની માહિતી ઓક્ટોબર 2020માં જ સામે આવી હતી તે સમયે કોરોનાની પહેલી લહેર ચાલતી હતી. બ્રેન ફોગમાં કોરોનાના સામાન્ય લક્ષણ જેવા કે તાવ, ઠંડી લાગવી, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ જોવા મળતા હતા.
ડૉ. શ્રુતિએ જણાવ્યું કે અનેક વખત કોરોનાના દર્દીઓમાં તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી બીમારીઓ તો જલ્દી રિકવર થઈ જાય છે પણ તેમાં માથાનો દુખાવો અને યાદશક્તિ નબળી પડવી જેવી ફરિયાદો થઈ શકે છે જેને બ્રેન ફોગ કહેવામાં આવે છે. અનેક દર્દીઓ એવા પણ હોય છે જેમનું કહે છે કે તેઓનું કોઈ પણ કામમાં મન નથી લાગ પછી ફોકસ કરવામાં ઘણી તકલીફો આવી રહી છે. આ પણ બ્રેન ફોગનું જ કારણ છે. આ લક્ષણ ઓમિક્રોન વેરિયન્ટમાં પણ જોવા મળી રહ્યાં છે. હવે જોવાનું છે કે આ વેરિયન્ટમાં બ્રેન ફોગ કેવા પ્રકારના લોકોને પ્રભાવિત કરશે બ્રેન ફોગ કોઈતબીબી પરિભાષા નથી પરંતુ સામાન્ય લક્ષણને જોતા તેને આ નામ આપવામાં આવ્યું છે. જે દર્દી કોરોનાથી સાજા થયા છે તે લોકોમાં ઘણો સમય સુધી મગજની બીમારીઓ સમસ્યાઓ જોવા મળી હતી જેમાં યાદશક્તિ નબળી પડવી, ફોકસ ન કરી શકવું અને માઈગ્રેન જેવી સમસ્યાઓ સામેલ હતી.ડૉ જૈન્દીના એ જણાવ્યું કે કોરોનાથી રિકવર થયેલા 20 ટકા લોકોમાં આ સમસ્યા જોવા મળી હતી. જો કે આંકડા કેટલા યોગ્ય હતા તે અંગે કહેવું મુશ્કેલ છે.