ભારત અને ચીન વચ્ચેનો વિવાદ હજી અટક્યો નથી ત્યારે હવે જાપાન દ્વારા એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે સરકાર ચીનમાં રહેલી તમામ જાપાની કંપનીઓને પરત બોલાવવાનો નિર્ણય લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, જાપાન પોતાની 57 કંપનીઓને ચીનથી ફરી પરત બોલાવી શકે છે.
એટલું જ નહીં, અન્ય 30 કંપનીઓને વિયેતનામ, મ્યાનમાર, થાઇલેન્ડ, અને દક્ષિણ પૂર્વ એશિયન રાષ્ટ્રો પોતાના યૂનિટ પરત જાપાન પરત આવવા માટે પૈસા આપી રહી છે, નિક્કેઇ સમાચારના રિપોર્ટ પ્રમાણે સરકાર તેના માટે આશરે 70 અરબ યેન ખર્ચ કરશે