નવી દિલ્હી તા.8 : અમેરિકા ના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પ સત્તા સાંભળવાની સાથે જ અનેકે એવા નિયમ લાગુ કરી દીધા છે જેના કારણે અમેરિકા જવા માટે ના સપના જોતા લોકો ને નિરાશા નો સામનો કરવો પડી રહ્યો છે.તેમના મુસ્લિમ બેન ના નિયમ થી સમગ્ર દુનિયા માં અને અમેરિકા માં પણ આકરી ટીકા નો સામનો કરવો પડી રહ્યો છે.તેમના મુસ્લિમ બેન ના નિર્ણય પર અમેરિકી નાગરિક જણાવી રહ્યા છે કે ટ્રમ્પ નો નિર્ણય નાના છોકરા ને પણ શરમાવી નાખે તેમ છે.
જયારે વધુ એક નિર્ણય માં તમને જણાવી દઈ કે અમેરિકા ની એમ્બેસી એ હાલ માં જણાવ્યું છે કે હવે જે તે વ્યક્તિ અમેરિકા ના વિઝા લેવા માટે એપ્લિકેશન કરે છે તેને ફેસબુક નો પાસવર્ડ પણ ઉપલબ્ધ કરવો પડશે તેનું કારણ જણાવતા અધિકારીએ જણાવ્યું હતું કે પાસવર્ડ મેળવી ને ઉમ્મેદવાર નું ભૂતકાળ જાણવામાં આવશે જેથી જેતે વ્યક્તિ ભવિષ્ય માં અમેરિકા મટે હાનિકારક ન નીવડે.
તેમને વધુ માં જણાવ્યું હતું કે આ નિર્ણય પર અમેરિકી સરકાર વિચાર કરી રહી છે અને નજીક ના ભવિષ્ય માં જરૂર પડે તો આ પ્રકાર ના નિયમ ને લાગુ કરવામાં આવશે અત્યારે હાલ અમેરિકી એમ્બસી ના અધિકારી આ નિર્ણય હેઠળ 7 મુસ્લિમ દેશો ના નાગરિક પાસે તેમના ફેસબુક ના પાસવર્ડ માગશે અને તેમને વધુ માં જણાવ્યું હતું કે આવનાર સમય માં અન્ય દેશો પર પણ આ પ્રકાર ના નિયમ ને લાગુ કરવામાં આવશે.આ પ્રકાર ના નિર્ણય થી આવનાર સમયે માં જે પણ ભારતીય નાગરિક છે તેને પણ ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડે તેમ છે.