લંડનઃ યુ.કે.માં આવતીકાલ ૮ જુન ૨૦૧૭ના રોજ યોજાનારી ચૂંટણીઓમાં ભારતીય મૂળના ૫૬ નાગરિકોએ ઉમેદવારી નોંધાવી છે.
૨૦૧૫ની સાલમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભારતીય મૂલના ૧૦ ઉમેદવારો વિજેતા બન્યા હતા. તેની સામે આ વખતે વધુ ભારતીયો ચૂંટાઇ આવવાની શક્યતા છે.
ચૂંટાઇ આવવા માટે હોટ ફેવરીટ ગણાતા ભારતીય મૂળના ઉમેદવારોમાં ગયા વખતના એમ.પી.સુશ્રી પ્રીતિ પટેલ, આલોક શર્મા, કેઇથ વાઝ, વિરેન્દ્ર શર્મા, શૈલેષ વારા, સહિતનાઓનો સમાવેશ થાય છે જયારે ગઇ ટર્મમાં સાંકડી બહુમતિથી ચૂંટાઇ આવેલા કોન્ઝર્વેટીવ પાર્ટીના ૪૯ વર્ષીય શ્રી પાઉલ ઉપ્પલનો સમાવેશ થાય છે. ઉપરાંત લેબર પાર્ટીના ઉમેદવાર તનમનજીતસિંઘ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમજ આ પાર્ટીના જ વર્તમાન કાઉન્સીલર ૬૬ વર્ષીય કુલદિપ સિંઘ સહોટા માટે ચૂંટાઇ આવવાના ઉજજવળ સંજોગો છે. તેમજશીખ મહિલા સુશ્રી પ્રિત કૌર ગિલ માટે પણ પ્રથમ મહિલા એમ.પી. બનવાની ઉજજવળ તકો છે.
આ સિવાય ચૂંટણી લડી રહેલા ભારતીય મુળના ઉમેદવારોમા લેબર પાર્ટીના શ્રી રોહિત દાસગુપ્તા, ગ્રીન પાર્ટીના શ્રી આરાન રાન્ગી, સહિતનાઓનો સમાવેશ થાય છે સ્કોટીશ નેશનલ પાર્ટીએ ભારતીય મૂળના ેએકપણ ઉમેદવારને ટિકિટ આપી નથી
સ્થાનિક ભારતીય અગ્રણીઓના મંતવ્ય મૂજબ ચૂંટણીમાં ભારતીયો તથા એશિયન નાગરિકોના મતો નિર્ણાયક ભાગ ભજવશે.