હજારો વર્ષોમાં એક વખત દેખાતો ‘C/2020 F3’ ધૂમકેતુ નિઓવાઈસ નામથી ઓળખાય છે. 12 જુલાઈથી તે આકાશમાં નરી આંખે દેખાશે. આ ધૂમકેતુને ઉત્તર ગોળાર્ધમાં રહેતા લોકો જોઈ શકશે, જેમાં ભારત પણ સામેલ છે. માર્ચ મહિનામાં અમેરિકન સ્પેસ એજન્સી નાસાનાં કેમેરામાં અજીબોગરીબ ઘટના કેદ થઇ હતી. તે ધરતીથી 200 મિલિયન કિમી દૂર સ્થિત ધૂમકેતુ હતો. ઘણો દૂર હોવાથી તે ચોખ્ખો દેખાતો નહોતો. અંતરિક્ષયાત્રીઓને પણ હજુ મૂંઝવણ હતી કે તે ભવિષ્યમાં સ્પષ્ટ દેખાશે કે કેમ. આ ધૂમકેતુ નિઓવાઈસ જ હતો.
હાલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેતા એસ્ટ્રોનોટ બોબ બેહ્ન્કીને ટ્વિટર પર નિઓવાઈસ ધૂમકેતુના ફોટોઝ શેર કર્યા હતા. 5 જુલાઈએ એ તે એરિઝોનામાં દેખાયો હતો. એસ્ટ્રોફોટોગ્રાફર ક્રિસે તેનો ફોટો ક્લિક કર્યો હતો. 11 જુલાઈએ તે આકાશમાં સૌથી વધારે ઊંચાઈએ હશે અને ત્યારબાદ તે આગળ વધતો રહેશે. નિઓવાઈસ ધૂમકેતુ વર્ષ 2020 પછી વર્ષ 8786 માં દેખાશે, પણ ત્યાં સુધીમાં અન્ય ઘણા તેજસ્વી ધૂમકેતુ પૃથ્વી પરથી પસાર થઇ શકે છે.