અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રેશન પરના કડક પગલાંને કારણે ભારતીયો સહિત અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા 300 થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હાલમાં પનામાની હોટલમાં અટકાયતમાં છે. આ દેશનિકાલ કરાયેલા લોકોને તેમના વતન પાછા મોકલવા માટે અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે.
મુખ્ય સમાચાર એજન્સીઓ દ્વારા શેર કરાયેલા ફોટામાં પનામા સિટીની ડેકાપોલિસ હોટેલમાં બંધ કરાયેલા ડિપોર્ટીઓને બારીઓ પર “પ્લીઝ હેલ્પ અસ” અને “વી આર નોટ સેફ” લખેલા બોર્ડ પકડીને દર્શાવવામાં આવ્યા છે.હોટલ પરિસરની બહાર સુરક્ષા માટે પોલીસ અધિકારીઓ તૈનાત છે.
કયા દેશોના લોકોનો સમાવેશ થાય છે?
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, અટકાયતમાં લેવાયેલા મોટાભાગના દેશનિકાલ ભારત, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, વિયેતનામ અને ઈરાનના નાગરિકો છે. આમાંના કેટલાક દેશોમાં અમેરિકાને દેશનિકાલ પ્રક્રિયામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે પનામાનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે થઈ રહ્યો છે.
પનામાના સુરક્ષા મંત્રી ફ્રેન્ક એબ્રેગોએ સ્પષ્ટતા કરી, ‘અમે આ ઇમિગ્રન્ટ્સને તેમની સુરક્ષા માટે અસ્થાયી રૂપે અટકાયતમાં લીધા છે.’ તેમની સ્વતંત્રતા છીનવાઈ નથી, પરંતુ અમે તેમને તબીબી સહાય અને ખોરાક પૂરો પાડી રહ્યા છીએ. આ કરાર પનામા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની સ્થળાંતર નીતિનો એક ભાગ છે, જેમાં વોશિંગ્ટન તમામ ખર્ચનો સામનો કરશે.
દેશનિકાલ થયેલા લોકોનું આગળ શું થશે?
પનામા સરકારના મંત્રી ફ્રેન્ક એબ્રેગોનાં જણાવ્યા અનુસાર દેશનિકાલ કરાયેલા લોકો પોતાના દેશમાં પાછા ફરવા માંગે છે તેમને ટૂંક સમયમાં મોકલવામાં આવશે. જ્યારે જેઓ પોતાના દેશમાં પાછા ફરવાનો ઇનકાર કરશે તેમને કોલંબિયાની સરહદ નજીક ડેરિયન જંગલમાં આવેલા શરણાર્થી કેમ્પમાં ખસેડવામાં આવશે. ‘અત્યાર સુધીમાં, 171 ઇમિગ્રન્ટ્સે સ્વેચ્છાએ તેમના દેશમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે 97 ડિપોર્ટીઓને ડેરિયન કેમ્પમાં મોકલવામાં આવ્યા છે.
332 દેશનિકાલ કરાયેલા ભારતીયો ભારત પરત ફર્યા
દરમિયાન, 5 ફેબ્રુઆરીથી, અમેરિકાએ ત્રણ અલગ-અલગ ડિપોર્ટેશન ફ્લાઇટમાં 332 ભારતીય નાગરિકોને ભારત પાછા મોકલ્યા છે. જેમાં 5 ફેબ્રુઆરીના રોજ 104 ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા હતા. 15 ફેબ્રુઆરીના રોજ 116 નાગરિકો અમૃતસર પહોંચ્યા. 16 ફેબ્રુઆરીના રોજ 112 લોકો ભારત પાછા ફર્યા. આ દેશનિકાલ કરાયેલા ભારતીયોએ દાવો કર્યો હતો કે મુસાફરી દરમિયાન તેમને હાથકડી અને બેડીઓ પહેરાવવામાં આવી હતી, જેના કારણે અમેરિકામાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા.