બ્રિટનમાં એક ટ્રકમાંથી 39 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. બ્રિટિશ મીડિયાના રિપોર્ટ્સ અનુસાર ટ્રક બહારથી બંધ હતો અને અંદરનું તાપમાન માઈનસ 25 ડિગ્રી હતું. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તેઓ ઠંડીના લીધે મૃત્યું પામ્યા. આ લોકોના લંડન આવવાના પ્રયાસ પાછળ સ્મગલરોને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટ્રકમાંથી લોહીવાળા હાથોના નિશાન મળ્યા છે. છેલ્લી ઘડીએ લોકો ટ્રકના દરવાજાને ઠપકારી મદદ માંગી રહ્યાં હતા. આ મામલે ટ્રકના ડ્રાઈવર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.
બુધવારે બ્રિટનના અસેક્સમાં ટ્રકમાંથી 39 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. ટ્રકને બેલ્જિયમમાં એક ફેરી પર લોડ કરવામાં આવ્યો હતો. હજૂ સુધી તપાસમાં મૃતકોની ઓળખ સામે આવી નથી. શરૂઆતમાં બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું હતું કે, લોકોની ઓળખ કરવામાં સમય લાગે છે.