અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં 40 સ્થાનીકોનાં મોત નિપજ્યા છે જ્યારે ઓછામાં ઓછા 140 અન્ય ઘાયલ થયા છે.મૃતકાંક વધી શકે છે કારણ કે, જે લોકોને ઘાયલ અવસ્થામાં લાવવામાં આવ્યા છે, તેમાંથી અનેકની સ્થિતિ ગંભીર છે. જ્યાં વિસ્ફોટ થયો ત્યાં પાસે જ ગૃહ મંત્રાલયની જૂની કચેરી આવેલી છે.
બોમ્બ વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રિપોર્ટમાં જણાવાયુ છે કે હુમલા માટે એક એમ્બ્યુલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએકે એક અઠવાડિયા પહેલા તાલિબાની આતંકવાદીઓએ લક્ઝરી હોટેલમાં 22 નાગરીકોની હત્યા કરી હતી