પરમાણુ કરારના ગુપ્ત દસ્તાવેજો ઈરાન સહીત છ મહાસત્તાઓ દ્વારા ઉઠાવવામાં આવેલ અસાધારણ પગલાં હેઠળ જાહેર કરવામાં આવ્યા.
સંવર્ધિત યુરેનિયમની મર્યાદા સંદર્ભે ઈરાન ખોટું નથી બોલી રહ્યું તે જણાવવાની કોશિશ હેઠળ આ પગલું ભરવામાં આવ્યું છે. તેમજ કેટલાંક દસ્તાવેજો છઠ્ઠી જાન્યુઆરી-2016ના છે,જેના થોડાક સમયગાળા બાદ જ સમજૂતી લાગુ કરવામાં આવી હતી. પરંતુ તેને 23 ડિસેમ્બરે સાર્વજનિક કરવામાં આવ્યા છે.
પરમાણુ કરાર પર નજર રાખી રહેલા ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીની વેબસાઈટ પર તેને મૂકવામાં આવ્યા છે. આ કરાર મુજબ ઈરાન ઓછી માત્રામાં યુરેનિયમ રાખી શકે છે. તેનો ઉપયોગ ઈરાન દ્વારા હથિયાર બનાવવામાં નહિ કરી શકાય અને તેની મર્યાદા ત્રણસો કિલોગ્રામ સુધી રાખવામાં આવી છે.
પરંતુ આ મર્યાદા પરમાણુ હથિયાર બનાવવા માટે અપૂરતી છે . આ સમજૂતી વખતે ઈરાન પાસે એકસો કિલોગ્રામથી ઓછો સંવર્ધિત યુરેનિયમયુક્ત તરલ અને નક્કર કચરો ઉપલબ્ધ હતો.
શુક્રવારે જાહેર કરવામાં આવેલ દસ્તાવેજો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની પાસે ઉપલબ્ધ યુરેનિયમ ફરીથી પ્રાપ્ત કરી શકાશે નહિ. તેથી તે ત્રણસો કિલોગ્રામની મર્યાદાનો ભાગ નથી. આ દસ્તાવેજો જાહેર કરવાનું એક મહત્વનું કારણ એ પણ છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોટિસ આપીને સમજૂતીમાંથી બહાર નીકળવાની ઈચ્છા વ્યક્ત કરી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.