તુર્કીમાં 609 વર્ષ જૂની મસ્જિદને ડેમના પાણીમાં ડૂબતી બચાવવા માટે તેને 5 કિલોમીટર દૂર શિફ્ટ કરવામાં આવી છે. ઈર-રિઝ્ક મસ્જિદને હસનકૈફ શહેરમાં તિગરિસ વિસ્તારમાં લઇ જવામાં આવી. મસ્જિદનું નિર્માણ 1409માં ઈબુ અલ મેફાહિરે કર્યું હતું. આ મસ્જિદનું વજન આશરે 1700 ટન છે. સ્થાનિક મીડિયા પ્રમાણે, મસ્જિદને સેલ્ફ પ્રોપેલ્ડ મોડ્યુલર ટ્રાન્સપોર્ટરની મદદથી શિફ્ટ કરવામાં આવી છે. હવે નવી મસ્જિદની સ્થાન તિગરિસ નદીને કિનારે છે. સ્થાનિક અધિકારીઓ મસ્જિદ ઉપરાંત અન્ય ઘણી ઐતિહાસિક ઈમારતોને બચાવવાની કોશિશ કરી રહી છે. મસ્જિદ ઉપરાંત 12થી વધારે જૂની ઈમારતોને પણ બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી છે.