પાકિસ્તાની લશ્કરના વડા જનરલ બાજવાને અપાયેલા ત્રણ વર્ષના એક્સટેન્શન સામે દેશની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાન સરકારને ફેરવિચાર કરવાની સૂચના આપ્યા બાદ હવે એવી ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે માહિતી પાકિસ્તાની લશ્કરના એાછામાં આેછા સાત જનરલોને પણ જનરલ બાજવાને અપાઇ રહેલા એક્સટેન્શન સામે વાંધો હતો. સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષને બદલે જનરલ બાજવાને માત્ર આઠ માસનું એક્સટેન્શન આપવાની ભલામણ કરી હતી. વડા પ્રધાન ઇમરાન ખાનને તો ઘરની જલી વનમાં ગઇ તો વનમાં લાગી આગ જેવો ઘાટ થયો છે. એમનું વડા પ્રધાનપદ જનરલ બાજવાની કૃપાને કારણે સુરક્ષિત રહ્યું હતું.
તાજેતરમાં મૌલાના ફઝલુર રહેમાને રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યું ત્યારે બાજવાએ મૌલાનાને આડકતરી રીતે ધમકાવ્યા હતા કે આ આંદોલન ચાલુ રહેશે તો તમારા જાનને જોખમ છે. હવે લશ્કરના જ સાત વરિષ્ઠ અધિકારીઓ બાજવાના એક્સટેન્શન સામે વાંધો લેતા હોય તો એ પણ ઇમરાન ખાન માટે જોખમી ગણાય, પાકિસ્તાની લશ્કર બળવો કરે તો ઇમરાન ખાનને સત્તા પર રહેવાનું ભારે પડી જાય. હાલ ચીફ ઑફ ધી આર્મી સ્ટાફના વડા તરીકે મૂલતાનના કોર કમાન્ડર જનરલ સરફરાજ સત્તાર સૌથી સિનિયર અધિકારી છે. સત્તાર ઉપરાંત બીજા છ જનરલેાએ બાજવાના એક્સટેન્શન સામે અવાજ ઊઠાવ્યો હતો. આમ ઇમરાન ખાનની મુશ્કેલી વધી રહી હતી.