રશિયામાં સાઇબીરિયાના પહાડો પર છેલ્લા એક અઠવાડિયાંથી બરફવર્ષા થઈ રહી છે. અહીં આશરે 5 ફુટ સુધી બરફ જામી ગયો હતો. એટલું જ નહીં પણ તાપમાન પણ માઇનસ 68 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આટલી તીવ્ર ઠંડીમાં પહાડ પર રહેતા પ્રાણીઓ ફસાઈ ગયા હતા. તેમને બચાવવા માટે પોલર એરલાઈનને આ પ્રાણીઓને રેસ્કયૂ કર્યા અને તેમને વિમાનમાં ચડાવીને સુરક્ષિત જગ્યા સુધી પહોંચાડ્યા.
એરલાઈને મીડિયાને જણાવ્યું કે, બરફથી ઢંકાયેલા પહાડો પર 70થી વધારે પ્રાણીઓ ફસાઈ ગયા હતા. તેમાં હરણ, પોલર બિઅર અને કસ્તૂરી બળદ સામેલ હતા. સામાન્ય રીતે અહીં તાપમાન માઇનસ 20 સુધી હોય છે, પણ આ મહિને 13 વર્ષનો રેકોર્ડ બ્રેક બરફ પડ્યો છે.