અમેરિકામાં મોટો આતંકી હુમલો થયો છે. ન્યૂયોર્કનાં લોઅર મૈનહૈટનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર મેમોરિયલની પાસે એક ટ્રક ડ્રાઇવરે રાહદારીઓ પર ટ્રક ફેરવી દીધી હતી જેમાં આઠ લોકોનાં કરુણ મોત થઇ ગયા છે આ ઘટનામાં ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. અમેરિકન પોલીસનાં જણાવ્યાં અનુસાર હુમલાખોર 29 વર્ષનો હતો. અલ્લાહ-હો-અકબરનાં નારા સાથે આતંકીએ ફેરવી ટ્રક કર્યો આતંકી હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી.તેમણે કહ્યું હતું કે આતંકવાદનો જડમૂળથી નાશ કરવો છે. અમેરિકામાં આતંકવાદને ઘુસવા નહી દઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ન્યૂયોર્કનાં મૈનહૈટન પર થયેલાં આતંકવાદી હુમલાની ભારે નિંદા કરી છે અને હુમલામાં પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
હુમલાખોર હુમલાની પૂરી તૈયારી સાથે આવ્યો હતો અને નિર્દોષ લોકોને કચડી અમાનુષી ખેલ ખેલ્યો હતો સમગ્ર ઘટનાની સમગ્ર વિશ્વમાં નોધ લેવાઈ છે. પૂરું વિશ્વ આતંકવાદ સામે બાથ ભીડી રહ્યું છે.