ન્યુઝીલેન્ડઃ એક નવા અધ્યયનમાં બહાર આવ્યું છે કે આવતા 50 વર્ષમાં ન્યુઝીલેન્ડમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે, જે ભારે જ વિનાશનું કારણ બની શકે છે. અહીં ભૂકંપ વારંવાર જોવા મળે છે. વેલિંગટન વિક્ટોરિયા યુનિવર્સિટીનું માનવું છે કે સાઉથ આઇસલેન્ડ ફોલ્ટના કારણે મોટો ભૂકંપ આવી શકે છે. જે આવતા 50 વર્ષમાં આવવાની સંભાવના છે. તેની તીવ્રતા 8 કર હોઈ શકે છે.
દક્ષિણ આઇસલેન્ડની બાજુમાં અલ્પાઇન ફોલ્ટ છે. જે ઓસ્ટ્રેલિયન અને પેસિફિક ટેક્ટોનિક પ્લેટોના સંયુક્ત સ્થળે અસ્તિત્વમાં છે. યુનિવર્સિટીના સિનિયર લેક્ચરર જેમી હોવાર્થે છેલ્લા 20 આલ્પાઇન ફોલ્ટ ભૂકંપનો અભ્યાસ કર્યો છે. તેઓ માને છે કે આવનારા સમયમાં એક શક્તિશાળી ભૂકંપ આવશે જે ધારણા કરતા મોટો હશે.
તેમણે કહ્યું કે ભૂતકાળના ભૂકંપના રેકોર્ડ દર્શાવે છે કે આપણે માની શકીએ કે આવતા 50 વર્ષમાં 7 કે તેથી વધુ તીવ્રતાના ભુકંપની 75 ટકા સંભાવના છે.
તેમણે કહ્યું કે અમે કહી શકીએ કે આગામી સમયમાં આપણે આલ્પાઇન ફોલ્ટ વિસ્તારમાં મોટા ભૂકંપના સાક્ષી બની શકીશું. આની તુલના 1717 ના ભૂકંપ સાથે થઈ શકે છે જેની તીવ્રતા 8.1 હતી. આને કારણે આલ્પાઇન ફોલ્ટમાં 380 કિલોમીટરની દરાર આવી ગઈ હતી.
ડો.હોવાર્થ કહે છે, આપણે જીવીએ છીએ ત્યાં સુધીમાં આગામી ભૂકંપ આવી શકે છે. આપણે આ વિશે સાવધ રહેવું પડશે અને આગળની યોજના બનાવવી પડશે. આપણે એ જોવું રહ્યું કે આપણે ભવિષ્યમાં કેવી યોજના બનાવીએ છીએ અને આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કેવી રીતે મજબૂત બનાવીએ છીએ.