રશિયાના હુમલા બાદ યુક્રેનમાં માહોલ દિવસેને દિવસે બિહામણો થઈ રહ્યો છે. હજારો લોકો રાજધાની કીવ અને અન્ય શહેરોથી બસોમાં ભરીને સુરક્ષિત ઠેકાણે જઈ રહ્યા છે ત્યારે યુદ્ધની વચ્ચે હૃદયદ્રાવક દૃષ્યો સર્જાયા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સોશિયીલ મીડિયામાં એક વાયરલ વીડિયોથી યુક્રેનવાસીઓનું દર્દ સામે આવ્યું છે. જેમાં એક વીડિયોમાં એક પિતા પોતાની નાનકડી દીકરીને ગળે લગાવીને રડતા જોવા મળી રહ્યા છે. તે પોતાના પરિવારને સુરક્ષિત સ્થળ પર મોકલી રહ્યો છે, અને ખુદ પોતે રશિયન સેના સામે લડવાનો નિર્ણય લીધો છે.
⚠️#BREAKING | A father who sent his family to a safe zone bid farewell to his little girl and stayed behind to fight …
#Ukraine #Ukraina #Russia #Putin #WWIII #worldwar3 #UkraineRussie #RussiaUkraineConflict #RussiaInvadedUkraine pic.twitter.com/vHGaCh6Z2i
— New News EU (@Newnews_eu) February 24, 2022