21 મેના રોજ એક શિયાળનું માથું વ્હીલમાં ફસાઈ ગયું હતું. તે આ વ્હીલને કાઢવા માટે ઘણું પ્રયત્ન કરી રહ્યું હતું. ગાર્ડનમાં હાજર કિર્સટીએ મીડિયાને કહ્યું કે, મેં ગાર્ડનમાં એક શિયાળ જોયું જેનું માથું વ્હીલની વચ્ચે ફસાઈ ગયું હતું. તે વ્હીલમાંથી નીકળવા ઘણી મહેનત કરી રહ્યો હતો.
હું લંડન ફાયર બ્રિગેડ ટીમ અને એનિમલ રેસ્ક્યૂ ટીમની આભારી છું કે તે લોકો સમયસર આવી ગયા. આ ટીમ આવી નહિ ત્યાં સુધી મેં શિયાળને પાણી પણ આપ્યું. ફાયર ઓફિસરે વ્હીલમાં મેટલનો ભાગ તોડીને શિયાળને ફ્રી કરી દીધું હતું. સારી વાત તો એ છે કે, તેને કોઈ ઈજા થઇ નથી. અમારા પ્રયત્નો વગર શિયાળના માથામાંથી વ્હીલ નીકળવું અશક્ય હતું. તેની મદદ કરીને અમે બધા ખુશ છીએ.