અમેરિકામાં સાઉથ ફ્લોરિડામાં આવેલા કોકોનટ રેસ્ટોરન્ટમાં એક કપલની ત્રણ વર્ષ પહેલાં ખોવાયેલી વેડિંગ રિંગ મળી ગઈ છે. ન્યૂ યોર્કના કપલ માઈક અને લિસાએ તો આ રિંગ પરત મળશે તેની આશા જ ખોઈ દીધી હતી પણ રેસ્ટોરાંમાં સાફ-સફાઈ કરતા રિંગ મળી અને મેનેજરે ફેસબુક પોસ્ટની મદદથી કપલ સુધી પહોચાડી દીધી છે. માઈકના હાથ માંથી સિલ્વર રિંગ લાકડાંના ફ્લોરબોર્ડ પર પડીને ફસાઈ ગઈ હતી. રેસ્ટોરાંના માલિક લોકડાઉન દરમિયાન સાફ-સફાઈ કરી હતી, તે દરમિયાન સિલ્વર રિંગ મળી. આ રિંગમાં ‘માઈક અને લિસા 08-21 -15’ લખેલું હતું. મેનેજરે ફેસબુકની પોસ્ટ મૂકીને રિંગ વિશે માહિતી શેર કરી. આ પોસ્ટ 5000 વાર લોકોએ શેર કરી હતી અને અંતે તે માઇક અને લિસા સુધી પહોચી ગઈ.