નવી દિલ્હી : તુર્કીમાં ડેરી પ્લાન્ટ બંધ કરાયો છે કારણ કે અહીં કામ કરતો એક વ્યક્તિ ‘મિલ્ક બાથ’ (દૂધ સ્નાન) લઈ રહ્યો હતો. આ વ્યક્તિનો વીડિયો ટિકટોક પર વાયરલ થયો હતો, ત્યારબાદ ઘણા વપરાશકર્તાઓ ખૂબ ગુસ્સે જોવા મળ્યા હતા. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ દૂધથી ભરેલા ટબમાં સ્નાન કરી રહ્યો છે.
એક બાથટબમાં આરામથી સ્નાન કરતો દેખાય છે
આ ફૂટેજના પર્દાફાશ બાદ સોશિયલ મીડિયા પર ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અને ટૂંક સમયમાં આ વીડિયો ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થવા લાગ્યો. જોકે, ડેરી પ્લાન્ટ સાથે સંકળાયેલા વહીવટીતંત્રે કહ્યું છે કે તે દૂધ નહીં પણ સફાઇ પ્રવાહી અને પાણી હતું. જો કે, સખત નિર્ણય લઈ તેણે આ વ્યક્તિને કામથી દૂર કરી દીધો છે અને આ વ્યક્તિનો કરાર સમાપ્ત થઈ ગયો છે.
Bir süt fabrikasında çekilen ve Tiktok'ta paylaşılan 'süt banyosu' videosu.
Fabrikanın 'Konya'da olduğu' iddia ediliyor. pic.twitter.com/erkXhlX0yM
— Neden TT oldu? (@nedenttoldu) November 5, 2020
અહેવાલો અનુસાર, વીડિયો કોન્યાના સેન્ટ્રલ એનાટોલીયનમાં આવેલા એક ડેરી પ્લાન્ટમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જે વ્યક્તિ દૂધના ટબમાં બેઠો જોવા મળે છે, તેનું નામ એમ્રે સાયર છે, આ વીડિયો અપલોડ કરનાર વ્યક્તિનું નામ યુગુર તુર્ગુત છે. આ બંનેની ધરપકડ કરવામાં આવી છે.