આજે બપોરે યુનિવર્સમાં એક મોટી ખગોળીય ઘટના બનશે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ દોઢ મહિના પહેલા જાણકારી આપી હતી. નાસાએ આ ઉલ્કાપિંડને એસ્ટેરાયડ 1998 OR2 નામ આપ્યું છે. આ ઉલ્કાપિંડ 31 હજાર 319 કિમી/કલાકની ઝડપથી પૃથ્વી નજીકથી પસાર થશે. લોકોએ ડરવાની જરૂર નથી કારણ કે, તે પૃથ્વીથી 63 લાખ કિલોમીટરના અંતરથી પસાર થશે. પહેલા તે પૃથ્વી સાથે ટકરાય તેવી આશંકા હતી પણ હવે વૈજ્ઞાનિકોએ આ વાતનો ઈનકાર કર્યો છે.