થાઈલેન્ડના સુફાબુરીમાં એક બૌદ્ધ સાધુએ ઘરની બહાર સુકાઈ રહેલા મહિલાઓના અંડરગારમેન્ટ્સ ચોરી લીધા. અંડરગારમેન્ટ્સ ચોરતો સાધુ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. સાધુ હાલ પોતાના મઠમાંથી ફરાર છે.
ડેલીમેલના અહેવાલ મુજબ, 49 વર્ષનો બૌદ્ધ સાધુ થીરાફાફ વોરાડિલોક પર મહિલાઓના અંડરગારમેન્ટ્સ ચોરવાનો આરોપ છે. મામલો એ સમયે સામે આવ્યો કે, જ્યારે 40 વર્ષના કિટ્ટીસૈફ ખાજોર્ન્નેતિખુને તેની પત્ની અને દીકરીના અંડરગારમેન્ટ્સ ચોરી થવાની ફરિયાદ નોંધાવી.કિટ્ટીસૈફ સોનીની દુકાન ચલાવે છે.
ફરિયાદ મુજબ, આરોપીએ મહિલાઓના 6 જોડી અંડરગારમેન્ટ્સ ચોરી લીધા. આરોપીના મઠમાં પોલીસે પૂછપરછ કરી તો મઠ દ્વારા જણાવાયું કે, તે કેટલાક દિવસોથી પોતાની દવાઓ નહોંતો લઈ રહ્યો, એટલે બની શકે કે તેની માનસિક સ્થિતિ બરાબર ન હોય અને તેણે આવી હરકત કરી દીધી હોય. તો પોલીસનું કહેવું છે કે, તે આરોપીને પકડવા માટેના પ્રયાસો ચાલુ રાખશે.
પત્ની અને દીકરીના અંડરગારમેન્ટ્સ ચોરી થયાની ફરિયાદ નોંધાવનારા કિટ્ટીસૈફએ મીડિયાએ જણાવ્યું કે, અંડરગારમેન્ટ્સ ઘણા મોંઘા હતા એ કારણે તેને ફરિયાદ નથી નોંધાવી, પણ વિસ્તારની મહિલાઓ આવા ચોરોથી સાવધાન રહે તે માટે ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે, આ ઘણું અજીબ છે અને અમને તેનાથી મોટું નુકસાન નથી થયું એટલે વાતનું વતેસર નથી કરવા માગતા. પરંતુ સાચી વાત તો એ છે કે પોતાની આ હરકત માટે સાધુની ધરપકડ થવી જોઈએ.