અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટ અને ગોળીબારના અહેવાલો છે. સત્તાવાર માહિતી અનુસાર, હુમલામાં 19 લોકો માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ન્યૂઝ એજન્સી એએફપી પાસેથી મળેલી માહિતી અનુસાર કાબુલ શહેરમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટરી હોસ્પિટલ પાસે મંગળવારે બે વિસ્ફોટ થયા હતા અને ત્યાર બાદ ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો. ઘટનાસ્થળની નજીક રહેતા લોકોએ શેર કરેલી તસવીરોમાં બ્લાસ્ટ બાદ ધુમાડો જોઈ શકાય છે.
તાલિબાનના નાયબ પ્રવક્તા બિલાલ કરીમીએ એસોસિએટેડ પ્રેસ (એપી)ને જણાવ્યું કે કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટરી હોસ્પિટલની બહાર નાગરિકોને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી ન હતી કે ઘટનાસ્થળે બીજો વિસ્ફોટ થયો હતો. તેમજ આ ઘટનાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી.
Two explosions occurred in Kabul city’s police district 10 today. First explosion occurred in front of Sardar Mohammad Dawood Khan hospital. Second explosion also occurred in an area close to the hospital. Gunfire has also been heard from the blast area: Afghanistan's TOLOnews
— ANI (@ANI) November 2, 2021
અગાઉ, અફઘાનિસ્તાનના કુન્દુઝ શહેરની એક શિયા મસ્જિદમાં પૂજારીઓ પર થયેલા આત્મઘાતી બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 55 લોકો માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન પર તાલિબાન દ્વારા કબજો જમાવ્યા બાદ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે જગ્યાએ જગ્યાએ અનેક હુમલા કર્યા છે. 2017માં આવા જ હુમલામાં 30થી વધુ લોકો માર્યા ગયા હતા. તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ આ વિસ્તારમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.