કાબુલ: અફઘાનિસ્તાનની સેનાએ આતંકવાદીઓને નાશ કરવાના ઓપરેશન દરમિયાન અફઘાનિસ્તાનના તખાર પ્રાંતમાં ઓછામાં ઓછા 18 તાલિબાન આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ન્યૂઝ એજન્સી સિન્હુઆએ સેનાના નિવેદનની ટાંકીને જણાવ્યું હતું કે, આ કાર્યવાહી લશ્કરી વિમાનો દ્વારા કરવામાં આવી હતી, જે છેલ્લા બે દિવસમાં પ્રાંતના અશાંત દરકદ જિલ્લામાં હાથ ધરવામાં આવી હતી.
એજન્સીએ કહ્યું કે, આ હુમલામાં ઓછામાં ઓછા 18 તાલિબાન સેનાનીઓ માર્યા ગયા અને 11 અન્ય ઘાયલ થયા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી દળોએ રાષ્ટ્ર વિરોધી આતંકવાદીઓના નોરખિલ ગામને પણ નષ્ટ કરી દીધું હતું અને તેમના ત્રણ અડ્ડાને તોડી નાખ્યા હતા. દરકદ જિલ્લાના કેટલાક ભાગો પર નિયંત્રણ ધરાવતા તાલિબાન આતંકવાદીઓએ હજુ સુધી આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી.