ચીનમાં કમરથી વળી ગયેલા વ્યક્તિને સર્જરી પછી જીવનદાન મળ્યું છે. 28 વર્ષ પછી આ વ્યક્તિ સીધો ઊભો રહી શક્યો છે. 46 વર્ષીય લી હુઆએ વર્ષ 1991માં એન્કીલોસિંગ સ્પોન્ડિલાઇટિસ(ankylosing spondylitis) બીમારી થઈ ગઈ હતી, તે સમયે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. બીમારીને કારણે તેની કમર વળી ગઈ અને ચહેરો સાથળને અડીને જ રહેતો હતો.
લીની ચાર વખર સર્જરી થઈ
લી પાસે પોતાની આ બીમારીની સારવાર કરાવવા માટે પૂરતા પૈસા નહોતા, પણ છેલ્લા 5 વર્ષથી તેની હાલત ગંભીર થઈ રહી હતી, વળી જવાને કારણે તેની હાઈટ માત્ર 2.9 ફુટ જ દેખાતી હતી. મે,2019માં તે જો શેન્ઝેન યુનિવર્સિટી જનરલ હોસ્પિટલના સ્પાઈનલ સર્જરી વિભાગના ટીમ લીડર તાઓને મળ્યો, તેમની મદદથી લીની ચાર વખર સર્જરી થઈ.
માતા અને ડોક્ટરનો આભાર માન્યો
ઓપરેશન પછી લી સીધો ઊભો રહી શક્યો, તેણે કહ્યું કે, હું ત્રણ મહિનામાં કોઈ પણ વ્યક્તિની મદદ લીધા વગર ચાલવામાં સક્ષમ થઈ જઈશ. નવું જીવન આપવા માટે હું પ્રોફેસર તાઓનો આભારી છું. જો તેઓ ન હોત તો આજે હું સામાન્ય વ્યક્તિની જેમ ચાલી ન શકત. હું મારી માતાનો પણ આભારી છું, કે જેમણે મને દરેક પળે સાથ આપ્યો.
ત્રણ મહિના પછી વોકર વગર ચાલી શકશે
ડોક્ટર તાઓ હુઈરેને જણાવ્યું કે, લીનું ઓપરેશન ઘણું અઘરું હતું. તેની સર્જરીની પ્રોસેસ જૂન મહિનાથી શરૂ થઈ હતી. સર્જરી માટે સ્પાઇન સેક્શનને તોડીને સીધી કરવાની જરૂર હતી. તેના સાથળનાં હાડકાંને પણ તોડીને ફરીથી જોડવામાં આવ્યાં. 4 સર્જરી પછી તે એકદમ સ્વસ્થ છે અને તે વોકરની મદદથી ફરી-ફરી શકે છે, કોઈ પણ ટેકો લીધા વગર ચાલવા માટે તેને ત્રણ મહિના ફિઝિયોથેરપીની ટ્રેનિંગ લેવી પડશે.