હિચકી આવવી પણ corona ચેપનું લક્ષણ હોઈ શકે છે. અમેરિકામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકન જર્નલ ઓફ ઇમર્જન્સી મેડિસિનમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 62 વર્ષના એક વ્યક્તિને ચાર દિવસ સુધી હિચકી(hiccups)નો સામનો કરવો પડ્યો. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તેને કોરોનાની પુષ્ટિ કરવામાં આવી. શિકાગોના વ્યક્તિની તપાસ પહેલા કોરોનાના કોઈ મોટા લક્ષણો દેખાયા ન હતા. તાવ પછી તેને હોસ્પિટલમાં ચેકઅપ માટે લાવવામાં આવ્યો હતો. અમેરિકન નિષ્ણાતો કહે છે કે જો સતત 48 કલાક સુધી હિંચકી બંધ ન થાય તો ડૉક્ટરનો સંપર્ક કરો.
ખરાબ હાલતમાં ફેંફ્સા
જર્નલ અનુસાર હિચકી સિવાય દર્દીને માત્ર તાવ હતો. આ માણસ પહેલા કોઈ રોગનો ભોગ બનતો ન હતો. પરંતુ, તેના રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વાત બહાર આવી છે. રિપોર્ટ અનુસાર તેના ફેફસાંની હાલત ખરાબ હતી. તેમાં ઘણો સોજો હતો. એક ફેંફ્સામાંથી લોહી આવવાની વાત પણ સામે આવી હતી, જ્યારે કે તેને ફેંફ્સાની કોઈ જ બિમારી ન હતી.
હિચકી (hiccups) પણ હોઈ શકે લક્ષણ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોવિડ-19 ના ઘણા નવા લક્ષણો અત્યાર સુધીમાં નોંધાયા છે. આમાંના સૌથી સામાન્ય તાવ, ગળામાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ, ગંધ અથવા સ્વાદનો અભાવ છે. જો કે, વારંવાર હિંચકીઓ આવવી એ પણ કોરોના વાયરસનું લક્ષણ હોઈ શકે છે.
ફેંફ્સામાં સોજો બન્યુ હિંચકી (hiccups)નું કારણ
શિકાગોના કુક કન્ટ્રી હેલ્થના ડૉક્ટર કહે છે કે દર્દીના ફેંફસાંમાં સોજો એ તેની હિંચકીનું કારણ હતું. તેમને ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન, દર્દીને એઝિથ્રોમાસીન અને હાઇડ્રોક્સીક્લોરોક્વિન આપવામાં આવી હતી. 3 દિવસ સુધી દાખલ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ સમયે થવું એલર્ટ
યુ.એસ. સરકારની ટોચની મેડિકલ સંસ્થા, સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (સીડીસી) અનુસાર, બહુજ વધારે ઠંડી લાગવી, ઠંડીને કારણે ધ્રુજારી આવવી, સ્નાયુઓમાં દુખાવો, સતત માથાનો દુખાવો, ગળામાં દુખાવો, ગંધ અથવા સ્વાદની અનુભૂતિ ન કરવી આ બધાં કોરોનાનાં લક્ષણો છે. અગાઉ સીડીસીએ તાવ, ઉધરસ અને શ્વાસની તકલીફને કોરોનાનાં ચેપનું લક્ષણ જણાવ્યુ હતુ.