કોરોના વાયરસ એ વિશ્વ માટે વધુ એક ખરાબ સમાચાર છે. મોંગોલિયામાં, 38 વર્ષીય વ્યક્તિનું એક એવાં બેક્ટેરિયાથી મૃત્યુ થયું છે, જે અત્યંત જોખમી છે. આ બેક્ટેરિયા ખિસકોલી અને ઉંદરને કારણે આ વિસ્તારમાં ફેલાયો છે. મોંગોલિયામાં જુલાઈથી અત્યાર સુધીમાં આ રોગને કારણે 3 લોકોનાં મોત નીપજ્યાં છે.આ રોગથી પહેલા પણ સમગ્ર વિશ્વમાં લાખો લોકોના મોત થઈ ચૂક્યા છે. આ જીવલેણ રોગનો વિશ્વમાં ત્રણ વખત હુમલો થયો છે. પ્રથમ વખત તેણે 5 કરોડની હત્યા કરી, બીજી વખત યુરોપની વસ્તીના ત્રીજો ભાગ અને ત્રીજી વખત, 80 હજાર લોકોના જીવ લીધા હતા. હવે ફરી એકવાર આ રોગ ચીન, મોંગોલિયા અને નજીકના દેશોમાં વિકસી રહ્યો છે. થોડા મહિના પહેલા અમેરિકામાં આ મામલો સામે આવ્યો હતો.આ રોગનું નામ છે બ્યુબોનિક પ્લેગ(Bubonic Plague).આ બિમારીને કારણે મંગોલિયાનાં ખોવ્સગોલ પ્રાંતમાં 38 વર્ષનો શખ્સ થોડા દિવસોથી તાવથી પિડીત હતો. હોસ્પિટલમાં તેને રેસ્પિરેટર પર રાખવામાં આવ્યો હતો. પરંતુ તે શ્વાસ લેવાની મુશ્કેલી અને કાર્ડિયોવાસ્કુલર સમસ્યાઓને કારણે મૃત્યુ પામ્યો હતો.આ પછી તરત જ, આ વ્યક્તિના સંપર્કમાં આવેલા 25 લોકોની તપાસ કરવામાં આવી. જો કે, તેમનામાં ચેપ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. મંગોલિયામાં અગાઉ બ્યૂબોનિક પ્લેગને કારણે વધુ બે લોકોનાં મોત થયા છે. જુલાઈમાં, ગોવિ-અલ્તાઇ પ્રાંતમાં એક 15 વર્ષિય બાળક. બીજા ખોડ પ્રાંતમાં ઓગસ્ટમાં એક 42 વર્ષનો માણસનું મોત થયુ છે.નેશનલ સેન્ટર ફોર કમ્યુનિકેબલ રોગોએ કહ્યું છે કે મંગોલિયાના 21 માંથી 17 પ્રાંતોમાં બ્યુબોનિક પ્લેગ થવાનું જોખમ છે. આ વર્ષે અત્યાર સુધીમાં બ્યુબોનિક પ્લેગના 18 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જોકે, ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. ચીનમાં, બ્યુબોનિક પ્લેગને કારણે બે લોકોનાં મોત નીપજ્યાં.
મંગોલિયા અને ચીનમાં ફેલાતા બ્યુબોનિક પ્લેગના ભયને ધ્યાનમાં રાખીને રશિયાએ તેના સરહદી વિસ્તારોમાં રહેતા હજારો લોકોને રસી આપી છે. આ વિસ્તારો સર્બિયાના તુવા અને અલ્તાઇ પ્રાંતમાં આવે છે. 60 વર્ષમાં પ્રથમ વખત, રશિયાના અલ્તાઇ પર્વત પર સ્થિત યુકોક પ્લેટ્યુમાં બ્યુબોનિક પ્લેગનો કેસ નોંધાયો હતો.બ્યુબોનિક પ્લેગ મરમેટ એટલે કે જંગલી ઉંદર અથવા ખિસકોલીમાં જોવા મળતા બેક્ટેરિયાથી થાય છે. આ બેક્ટેરિયાનું નામ યેર્સિનીયા પેસ્ટિસ બેક્ટેરિયમ છે. આ બેક્ટેરિયા શરીરના લિંક નોડ્સ, લોહી અને ફેફસાં પર હુમલો કરે છે. તેનાથી આંગળીઓ કાળી થઈ જાય છે અને સડે છે. નાકમાં પણ એવું જ થાય છે.બ્યુબોનિક પ્લેગ ગિલ્ટીવાળો પ્લેગ તરીકે પણ ઓળખાય છે. શરીરમાં અસહ્ય પીડા છે, તીવ્ર તાવ છે. નાડી ઝડપથી ચાલવાનું શરૂ કરે છે. બે કે ત્રણ દિવસમાં, ગ્રંથીઓ બહાર આવવા માંડે છે. આ ગ્રંથીઓ 14 દિવસમાં પાકી જાય છે. આ પછી, શરીરમાં દુખાવો ખૂબ થાય છે.વિશ્વભરમાં બ્યુબોનિક પ્લેગના 2010થી 2015ની વચ્ચે લગભગ 3248 કેસ નોંધાયા છે. જેમાંથી 584 લોકોનાં મોત નીપજ્યાં છે. છઠ્ઠી અને 8 મી સદીમાં જ બ્યુબોનિક પ્લેગને જસ્ટિનીન પ્લેગ (Plague of Justinian)નામ આપવામાં આવ્યું હતું. આ રોગ તે સમયે સમગ્ર વિશ્વમાં લગભગ 2.5થી 5 કરોડ લોકોનો ભોગ લીધો હતો.બ્યુબોનિક પ્લેગનો બીજો હુમલો વિશ્વ પર 1347 માં થયો હતો. તે પછી તેને બ્લેક ડેથ નામ આપવામાં આવ્યું. આ સમય દરમિયાન, તેણે યુરોપની વસ્તીના ત્રીજા ભાગનો ઘટાડો કર્યો હતો. બ્યુબોનિક પ્લેગનો ત્રીજો હુમલો વિશ્વ પર 1894 ની આસપાસ થયો હતો. પછી તે 80 હજાર લોકો માર્યા ગયા. તેની મોટાભાગની અસર હોંગકોંગની આસપાસ જોવા મળી હતી. ભારતમાં, 1994માં, પાંચ રાજ્યોમાં બ્યુબોનિક પ્લેગના લગભગ 700 કેસ નોંધાયા હતા. જેમાં 52 લોકોનાં મોત નીપજ્યાં હતાં.