યાત્રાધામ દ્વારકામાં તા.૨૯ને વામન જયંતિના રોજ ૫૬મો વિરાટ વિજય દિવસની ઉજવણી થશે. પાકિસ્તાને ૧૯૬૫ ની સાલમાં કરાયેલ ૧૫૬ બોમ્બ મારામાં દ્વારકાધીશ મંદિર તેમજ દ્વારકા નગરીની એકપણ કાંકરીઓ હલી નહોતી. અને નગરીનો આબાદ બચાવ થયો હતો ત્યારથી દર વર્ષે વામન જયંતિએ વિરાટ વિજય દિનની ઉજવણી કરાય છે. આ નિમીતે શ્રીજીને બપોરના ૧૨ વાગ્યે વિશેષ આરતી, વિષ્ણું સસ્ત્રના પાઠ તેમજ શિખર પર નુતન ધ્વજાઆરોહણ કરાશે. યાત્રાધામ દ્વારકામાં ૫૬ વર્ષ પહેલાં વામન જંયતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રીના સમયે મેલી મુરાદથી ભિષણ બોમ્બ મારો પાકિસ્તાન દ્વારા કરવામાં આવલે પરંતુ જગતનો તારણહાર એવા ભગવાન દ્વારકાધીશ એ મંદિર તેમજ સમગ્ર દ્વારકા નગરીનું રક્ષણ કર્યું હતું. ત્યારથી ભગવાન દ્વારકાધીશનો આભાર માની વામન જયંતિના દિવસને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જગતમંદિરમાં વામનજી કે દશા અવતારમાં પાંચમાં અવતાર એળા વામનજીનું સ્વરૂપ ભગવાન દ્વારકાધીશ ધારણ કરે છે. જગતમંદિરે તા.૨૯નાં વામન જંયતિએ મંગલા ારતી સવારે ૬.૩૦ કલાકે થશે. તેમજ અનૌસર દર્શન બંધ ૧૦.૩૦ થી ૧૨ વાગ્યા સુધી રહેશે. તેમજ શ્રીજીની વિશેષ વામન જન્મ ઉત્સવ આરતી ૧૨ કલાકે થશે.
ત્યારબાદ ૧.૩૦ વાગ્યાથી ૫ વાગ્યા સુધી મંદિર અનૌસર બંધ થશે. તેમજ શ્રીજીનો સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.૧૯૬૫ ની સાલથી જ સમસ્ત ગુગળી સમાજ દ્વારા વિરાટ વિજય દિવસે ભગવાન દ્વારકાધીશને નુતન ધ્વજા આરોહણ કરવામાં આવશે છે. તેમજ બ્રાહ્મણો દ્વારા વિષ્ણું સહસ્ત્રના પાઠ કરવામાં આવશે. ઈ.સ. ૧૯૬૫ માં પાકિસ્તાન નેવી દ્વારા દ્વારકાધીશ મંદિરનો નાશ કરવાની મેલી મુરાદથી દ્વારકાના સમુદ્ર કિનારાનો પાકિસ્તાન દ્વારા નિરિક્ષણ કરી પણ બાદમાં રાત્રીના સમયે પાકિસ્તાન નેવી દ્વારા નાપાક ઈરાદાથી દ્વારકા નગરી ઉપર ભિષણ બોમ્બમારો કરી ૧૫૬ જેટલા બોમ્બ દ્વારકા નગરી ઉપર ફેંકવામાં આવેલ હતાં. પરંતુ ભગવાન દ્વારકાધીશનું આરક્ષણ હોવાથી એકપણ બોમ્બ ફુટેલ નહોતો અને દ્વારકા નગરીનો આબાદ બચાવ થયેલ હોવાથી દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષે વિરાટ વિજય દિવસની ઉજવણી કરી ભગવાનની વિશેષ આરતી કરવામાં આવે છે.એક પૌરાણીક કથા અનુસાર વામન ભગવાને રાજા બલીનો અહંકાર ભાંગ્યો હતો તેવી જ રીતે ભવગાન દ્વારકાધીશે પાકિસ્તાનનો અહંકાર ભાંગેલ હતો. આજની તારીખે પણ આ બોમ્બ મારાના અવશેષ સંસ્કૃત એકેડેમી દ્વારકાના મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે.