જાનવરોને માલિક પ્રત્યે જે વફાદારી છે તેને જોઈને ખરેખર તેને દાદ આપવી પડે. આવા કિસ્સાઓ સાંભળીને માણસો પિગળી જાય છે. મોટે ભાગે વફાદારીમાં કૂતરાનું નામ આગળ છે. તેની જ વાતો મોટેભાગે સાંભળી છે. પરંતુ કુતરાને ફલાણી જગ્યાએ છોડી આવ્યા છતાં ઘરે પાછો આવી ગયો. પરંતુ આજે એક ઉંટની વફાદારીની વાત સાંભળીએ. તે પોતાના માલિક પાસે જવા માટે 7 દિવસમાં 100 કિમીની મુસાફરી કરીને પરત આવ્યો. આ ઘટના મોંગોલિયામાં બની છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં એક વ્યક્તિએ પોતાનો ઊંટ વેચી દીધો હતો. આ ઊંટ ખેતી કામમાં મદદ કરે તેવો હતો. પરંતુ 8 મહિના બાદ તેનું મન નવા ઘરમાં લાગ્યું નહીં અને તે ઊંટ પોતાના જૂના માલિકને મળવા માટે નીકળી પડ્યો. આ ઊંટ સીંગલ રસ્તા પર નીકળી પડ્યો. રસ્તામાં કેટલાય કાંટાળી તાર અને રસ્તાઓ પસાર કરીને તે પોતાના માલિક સુધી પહોંચી ગયો. તે સાત દિવસ સુધી ચાલ્યો હતો. જો કે તેને કેટલીય ઈજાઓ પણ થઈ છે. રસ્તામાં એક ચરિયાણ કરાવનારે તેને પકડી લીધો પછી તેની તપાસ કરી કે આખરે આ ઊંટ કોનો છે. જેવી જ તેના જૂના માલિકને ખબર પડી કે તુરંત તેણે આ ઊંટ પાછો લઈ લીધો. બદલામાં તેને ત્રણ વર્ષની એક ઊંટડી આપી દીધી.જૂના ઊંટ માલિકે કહ્યું કે હવે તે તેને ક્યારેય નહીં વેચે. તે કહે છે હવે હું તેનું કંઈ નહીં કરું. એને જ્યાં ફરવું હશે ત્યાં ફરશે.
Tuesday, May 7