પાકિસ્તાનને અપાતી સૈન્ય મદદને રોકયા બાદ હવે અમેરિકાએ તેને ફરીથી સ્થાપિત કરવાની શરત મૂકી છે. સોમવારના રોજ અમેરિકન રક્ષા મંત્રાલય પેંટાગન એ પાકિસ્તાનને આ શરતો અંગે જણાવ્યું હતું. પેંટાગનના પ્રવક્તા કર્નલ રોબ મૈનિંગ એ કહ્યુ કે અમારી આશાઓ સ્પષ્ટ છે, તાલિબાન અને હક્કાની નેટવર્કને પાકિસ્તાનની ધરતી પર આશરો મળવો જોઇએ નહીં. મૈનિંગ એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે અમેરિકાએ પાકિસ્તાનને ક
તેઓ કયાં નક્કર પગલાં ભરી શકે છે. આ સિવાય તેમણે કહ્નાં કે આતંકવાદી સંગઠનોની વિરૂદ્ઘ લડાઇમાં અમે કોઇપણ પ્રકારના ભેદભાવ વગર પાકિસ્તાનની સાથે ઉભા છીએ. અમે આ અંગે પાકિસ્તાનની સરકાર સાથે વાતચીત ચાલુ રાખીશું. આપને જણાવી દઇએ કે અમેરિકા દ્વારા પાકિસ્તાનની સૈન્ય મદદ રોકયા બાદ અંદાજા લગાવામાં આવી રહ્યા છે કે પાકિસ્તાન તેના જવાબમાં અફઘાનિસ્તાનમાં લડી રહેલા અમેરિકાને પોતાની જમીનનો ઉપયોગ કરવા દેશે નહીં. એ તમામ અંદાજાઓને નકારતા પેંટાગનના પ્રવકત્તા મૈનિંગ એ કહ્યુ કે અમને પાકિસ્તાન દ્વારા આ પ્રકારની કાર્યવાહીનો કોઇ સંકેત મળતો દેખાઇ રહ્યો નથી. આપને જણાવી દઇએ કે નવા વર્ષના પહેલાં દિવસે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ કહ્યુ હતું કે અમેરિકાએ પાકિસ્તાનને છેલ્લાં ૧૫ વર્ષમાં ૩૩ અબજ ડોલરની મદદ કરી અને તેના બદલામાં તેને છળ અને કપટ મળ્યું. આમ પાકિસ્તાનને નિશાના પર લેતા અમેરિકાએ તેને અપાતી અંદાજે ૨ અબજ ડોલરની સુરક્ષા મદદ પર પ્રતિબંધ મૂકી દીધો. આ બધાની વચ્ચે ટ્રમ્પ સહિત આખા પ્રશાસને સ્પષ્ટતા કરી દીધી કે હવે આતંકવાદ પર પાકિસ્તાનનું બેવડું વલણ સહન કરી શકાશે નહીં.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.