નવી દિલ્હી : ‘દુનિયા ગોળ નથી’ તે સાબિત કરવા માટે, કેલિફોર્નિયામાં એક અમેરિકન અવકાશયાત્રીનું અવસાન થયું. તેનો મત સાબિત કરવા માટે, આ અવકાશયાત્રીએ શનિવારે તેણે બનાવેલા રોકેટથી આકાશમાં ઉડાન ભરી હતી. પરંતુ તેનું રોકેટ ઉપર જતા જ તે વિસ્ફોટથી ફૂટ્યું અને તેનો તમામ કાટમાળ નીચે ફેલાયો. આ અવકાશયાત્રીનું નામ માઇક હ્યુજીસ છે, જેને ‘મેડ’ માઇક હ્યુજીઝ પણ કહેવામાં આવે છે.
આ ઘટનાની માહિતી સાયન્સ ચેનલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આપી છે. ટ્વિટમાં લખ્યું હતું કે, “હ્યુજીસ હંમેશાં અંતરિક્ષમાં લોન્ચ કરવા માંગતો હતો.” હ્યુજીસ ‘લોંજેસ્ટ લિમોઝિન રેમ્પ જમ્પ’ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતો લિમોઝિન ડ્રાઇવર પણ હતો. 2002 માં, તેણે તેની લિમોઝિન કારને 103 ફુટ (31 મીટર)ની ઊંચાઈથી કુદાવી હતી.