ચીનના વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે અમેરિકન લોકશાહી લાંબા સમયથી કોઈ સ્ત્રોત વિનાની નદી અને એક એવું વૃક્ષ છે જેના મૂળ નથી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પર પ્રતિક્રિયા આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના યુવાનોએ લોકશાહીમાં વિશ્વાસ ગુમાવી રહ્યાં છે.
ચીનની સરકારી સમાચાર ટીવી સીજીટીએન અનુસાર, સર્વેમાં અમેરિકન યુવાનોએ કહ્યું, “માત્ર સાત ટકા લોકો માને છે કે અમેરિકામાં સ્વસ્થ લોકશાહી છે. સર્વેમાં 52 ટકા લોકોએ કહ્યું કે અમેરિકન લોકશાહી સમસ્યારૂપ છે અથવા તો તે નીચે જઈ રહી છે.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકન લોકશાહી દેશની અંદર લોકોને મૂર્ખ બનાવવા અને વિદેશમાં સરમુખત્યારશાહી સ્થાપિત કરવા માટે છે.