અમેરિકામાં, ખુબજ ઝડપથી આર્થિક કટોકટી વધી ગઈ છે. સેનેટર યુએસમાં ફેડરલ સરકારને આર્થિક મંજૂરી આપવાનું બિલ પસાર કરવામાં નિષ્ફળ રહ્યું છે અને તરત જ સરકાર સેનેટને નવા બજેટ પસાર કરવામાં નિષ્ફળ ગઈ ત્યારે, વિશાળ આર્થિક કટોકટી સાથે અહીં શટડાઉન શરૂ થયું છે.
શટડાઉનના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે કોંગ્રેસ અને વ્હાઈટ હાઉસની કમાન એક જ પક્ષ રિપબ્લિકન્સના હાથમાં છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જે તેમના કાર્યકાળનેઅેક વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, આ શટડાઉનને પગલે મોટા પડકારોનો સામનો કરવાની નોબત અાવશે.શટડાઉનને કારણે, સમગ્ર દેશમાં હવે સરકારનું કાર્ય સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયુ છે હાલમાં ફરી એકવાર, યુ.એસ.માં રોજગારીમાં કટોકટી આવી ગઈ છે.
આર્થિક બિલ અમેરિકાના બંને ગૃહોમાં પસાર થવાનું હતું, પરંતુ ભારે વિરોધના કારણે, આખરે અમેરિકામાં શટડાઉનની પરિસ્થિતિ અાવી ઉભી રહી છે.