અમેરિકાએ ચીનના સામાન પર 60 અબજ ડોલરનો ટેક્સ નાખવાની તથા પોતાના ત્યાં થતા ચીનના રોકાણને મર્યાદીત કરવાનો નિર્ણય કર્યો છે.અમેરિકાએ પોતાને ત્યાંથી કથિત રીતે વર્ષોથી થતી ઇન્ટિલેક્ટ્યૂઅલ પ્રૉપર્ટીની ચોરીના બદલામાં આ પગલું ભર્યું છે.
વ્હાઇટ હાઉસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ચીન દ્વારા થતા અન્યાયપૂર્ણ પડકારનો સામનો કરવા માટે આ યોગ્ય પગલું છે.તો સામે પક્ષે ચીન પણ અમેરિકા દ્વારા નાખવામાં આવેલા ટેક્સને સાંખી લેવાના મૂડમાં નથી. ચીની સામાન પર નાખવામાં આવેલા ટેક્સથી અમેરિકાના અા નિર્ણયથી ગુસ્સે થયું ચીન.ચીનનું કહેવું છે કે તે અમેરિકાને આનો યોગ્ય જવાબ આપશે. જેના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.