કોરોના ની મહામારી વચ્ચે કચ્છના તૃણા બંદરથી છેલ્લા ત્રણ દિવસથી થતી હતી હજારો જીવતા પશુઓનો નિકાસ.
જીવદયાપ્રેમીઓ નો ઉગ્ર વિરોધ ઉઠતા અંતે નિકાસ સ્થગિત રખાઈ. વિદેશી હૂંડિયામણની લાલચએ કચ્છ થી અખાતી દેશોમાં થતી ઘેટા બકરાને નિકાસ કાયમ માટે સજ્જડ બંધ કરવાની જીવદયાપ્રેમીઓએ ઝુંબેશ શરૂ કરી હતી “અબતક”. કોરોનાની મહામારી વચ્ચે પણ કચ્છના ધૃણા બંદરથી છેલ્લા ત્રણ દિવસથી હજારોની સંખ્યામાં જીવતા પશુઓનો વિકાસ થઇ રહી હતી જેની સામે જીવદયાપ્રેમીઓએ ઉગ્ર વિરોધ ઉઠાવતા અંતે કોરોનાની સ્થિતિમાં જીવતાં પશુઓની નિકાસ સ્થગિત કરી દેવામાં આવ્યો છે જોકે આ નિકાસ હાલ પુરતી મોકૂફ રખાઇ છે હવે કાયમી માટે આ નિકાસ અટકે તે માટે જીવદયાપ્રેમીઓએ રીતસર ઝુંબેશ છેડી છે અને આ ઝુંબેશમાં તેમની લાગણી અને માંગણી સરકાર સુધી પહોંચાડવાનું કામ “અબતક” દ્વારા કરવામાં આવશે.