એપ્પલ કંપનીએ ચીન દબાણમાં આવીને પોતાની ઈન્ટરનેટ નીતિઓનું પાલન કરતા ચીની એપ્પલ સ્ટોર પરથી ઓછામાં ઓછી 4500 ગેમ્સને હટાવી દીધી છે. રિપોર્ટ અનુસાર, ગત સપ્તાહમાં માત્ર બે દિવસોમાં ચાઈના એપ સ્ટોર પરથી 3 હજારથી વધુ ગેમ્સને હટાવી દેવામાં આવી છે.
નવા નિયમો મુજબ, ગેમ ડેવલૉપર્સને ચીનના એપ્પલ એપ સ્ટોરમાં પોતાની એપ અપલોડ કરતા પહેલા ચીની રેગ્યુલેટર પાસેથી એપ્રવલ લેવું ફરજિયાત છે.
એવું લાગી રહ્યું છે કે, ચીનના નવા પ્રતિબંધોના કારણે કુલ 20,000થી વધુ એપ્સને અસર થઈ શકે છે. સેન્સર ટાવરના આંકડા અનુસાર, ચીન એપ્પલનું સૌથી મોટું એપ સ્ટોર બજાર છે. જેનું વેચાણ 16.4 બિલિયન ડૉલર પ્રતિવર્ષ છે. જ્યારે અમેરિકામાં 15.4 બિલિયન ડૉલર છે.