ઢાકા : બાંગ્લાદેશ કોર્ટે ઢાકા કાફે હુમલામાં 7 આતંકીઓને મોતની સજા સંભળાવી હતી. ઢાકા કાફે હુમલા કેસમાં એન્ટી ટેરરિઝમ બાંગ્લાદેશી ટ્રિબ્યુનલના જસ્ટિસ મોજીબુર રહેમાને બુધવારે 7 આતંકીઓને ફાંસીની સજા સંભળાવી છે.
આ હુમલામાં ભારતીય યુવતી સહિત 20 લોકો માર્યા ગયા હતા. જે લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે તેમાં જહાંગીર હુસેન ઉર્ફે રાજીબ ગાંધી, રકીબુલ હસન રેગન, અસલમ હુસેન ઉર્ફે રશીદુલ ઇસ્લામ ઉર્ફ રાશ, અબ્દુસ સબુર ખાન ઉર્ફે સોહિલ મહફુઝ, હાદુર રહેમાન સાગર, શરીફુલ ઇસ્લામ ખાલીદ ઉર્ફે ખાલીદ અને મામનુર રશીદ રિપનનો સમાવેશ થાય છે. છે.
આખો મામલો શું છે?
8 પ્રતિવાદીઓએ 1 જુલાઈ, 2016 ના રોજ થયેલા ભયાનક હુમલામાં પોતાને દોષિત સાબિત ન કરવા માટે અપીલ કરી હતી. આ હુમલા દરમિયાન પાંચ સશસ્ત્ર આતંકવાદીઓએ 12 કલાક સુધી ઢાકામાં હેલી આર્ટિસન કાફેનો કબજો લીધો હતો અને કાફેમાં રહેલા ડઝનેક લોકોને બંધક બનાવ્યા હતા, જેમાં 9 ઇટાલિયન, 1 ભારતીય અને 7 જાપાનીઓ સહિત 22 લોકોની હત્યા કરી હતી.