Bangladesh સેના સાથેના મતભેદ, રાખાઇન કોરિડોર અને ચૂંટણી મુદ્દે યૂનુસ દબાણમાં
Bangladesh બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાનું વળાણ ઉંડું બનતું જઈ રહ્યું છે. વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ ટૂંક સમયમાં પોતાનું રાજીનામું આપી શકે છે, એવો દાવો બીબીસી બાંગ્લાની એક તાજી રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. યુનુસ અને બાંગ્લાદેશી સેના વચ્ચે ઊંડા મતભેદ સર્જાયા છે, જેના કારણે સરકારના મોભી તરીકે તેમનું કાર્ય કરવું મુશ્કેલ બન્યું છે.
રાખાઇન કોરિડોર મુદ્દે વિવાદ
આ સમગ્ર રાજકીય દબાણનું કેન્દ્ર બિંદુ બની રહેલું છે “રાખાઇન કોરિડોર”નો વિવાદ. આ કોરિડોર અંગે યુનુસના નિર્ણયથી બાંગ્લાદેશી સેના અત્યંત અસંતોષમાં છે. સેનાએ સ્પષ્ટ રીતે જણાવ્યુ છે કે તેમના મંજૂરી વિના લેવામાં આવેલો કોઇપણ નિર્ણય ગેરકાયદેસર ગણાશે. આ કારણે યુનુસના રાજકીય ભવિષ્ય પર પણ શંકાનો માહોલ ઉભો થયો છે.
સેના અને રાજકીય પક્ષો વચ્ચે તણાવ
સેનાના વડા વકાર-ઉઝ-ઝમાન અને યુનુસ વચ્ચે સંબંધો દિવસ-પ્રતિદિન ખરાબ થઈ રહ્યા છે. વકારે ખુલ્લેઆમ જણાવ્યુ છે કે સામાન્ય ચૂંટણીઓ ડિસેમ્બર પછી મુલતવી નહીં થવી જોઈએ અને વચગાળાની સરકાર માત્ર સંવૈધાનિક મર્યાદાઓમાં રહીને કામ કરે. આ દરમિયાન પૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટીએ પણ યુનુસ પર દબાણ વધાર્યું છે અને તાત્કાલિક ચૂંટણીઓની માંગ ઉઠાવી છે. જો ટૂંક સમયમાં ચૂંટણી ન થાય તો તેમનો ટેકો પાછો ખેંચી લેવાશે એવી ચેતવણી આપવામાં આવી છે.
વિદ્યાર્થી આંદોલન અને શેખ હસીનાનું પદત્યાગ
આ સમગ્ર ઉથલપાથલની શરૂઆત થઈ હતી ૩૦ ક્વોટા સિસ્ટમ સામે થયેલા વિદ્યાર્થીઓના આંદોલનથી. આ અનામત, મુક્તિયોદ્ધાઓના વારસદારો માટે હતી, જેને લઈ શેખ હસીનાને રાજીનામું આપવું પડ્યું અને તેમણે ભારતમાં આશરો લીધો. ત્યારબાદ યુનુસને અમેરિકાથી બોલાવી વચગાળાની સરકારનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું.
આગામી રાજકીય દિશા અનિશ્ચિત
મૌલવી સંગઠનો પણ દેશમાં અધધા સમય પહેલા ચૂંટણી ના થાય એ માંગે છે. આ બધું જ મિલાવતાં, મોહમ્મદ યુનુસની સ્થિતિ અત્યંત નાજુક બની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે, જે બાંગ્લાદેશની રાજકીય દિશા માટે મોટો ફેરફાર સાબિત થઈ શકે છે.