નેપાળનાં કાઠમંડુમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. બાંગ્લાદેશનાં ઢાંકાથી કાઠમંડુ તરફ જઈ રહેલ US-બાંગ્લા એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયું છે.ઈન્ટરનેશનલ એરપોર્ટનાં પૂર્વી ભાગમાં આ પ્લેન ક્રેશ થયું છે.
આ પ્લેનમાં 78 યાત્રીઓ સવાર હતાં. આ ઘટનાની જાણ થતાં જ નેપાળ સેનાએ બચાવ કામગીરી શરૂ કરી છે.આ ઘટના બાદ દુર્ઘટનાગ્રસ્ત વિમાનનાં કાટમાળમાંથી 17ને બચાવી લેવાયાં છે જ્યારે 27નાં મોત નિપજ્યાં છે.
ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. અત્યાર સુધી પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ વિમાનમાં 37 પુરૂષ, 27 મહિલાઓ અને 2 બાળકો સહિત કુલ 67 લોકો સવાર હતાં. જો કે હાલમાં વિમાન ક્રેશ થવા પાછળનું કારણ સામે આવી શક્યું નથી.