બાંગ્લાદેશે પોતાના દેશમાં ચીનની એક મોટી કંપનીની મદદથી બનતા રસ્તાઓના પ્રોજેક્ટને રદ કર્યા છે.બાંગ્લાદેશી સરકારે કંપની દ્વારા બાંગ્લાદેશી અધિકારીઓ સાથે ભ્રષ્ટાચાર કરવાના આરોપો થયા પછી આ પ્રોજેક્ટ રદ કર્યો છે.
વોઇસ ઓફ અમેરિકા (વીઓએ) અનુસાર, આ રોડ નિર્માણ યોજનામાં ચીન કંપની ઢાકા-સ્યાલહટ હાઈવે બનાવી રહી છે, પરંતુ તેનાથી બાંગ્લાદેશી અધિકારીઓને ઘૂસાડવાના આરોપ બાદ સ્થાનિક સરકારે તે કંપનીને બ્લેક લિસ્ટમાં મુકી દીધી છે જેનાથી ભવિષ્યમાં બાંગ્લાદેશમાં કોઈ પ્રોજેક્ટમાં સામેલ થઈ શકશે નહી.
બાંગ્લાદેશના નાણા મંત્રી એએમએ મુહિથે જણાવ્યું હતું કે ચાઇના હોર્બર ઇમારત કોર્પોરેશન લિમિટેડ (સીએચઇસી) એ બાંગ્લાદી સરકાર દ્વારા સરકારી અધિકારીઓને લાંચ અાપી હતી જેના પગલે કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં અાવી છે.
ઑક્ટોબર, 2016માં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી.પ્રવાસ દરમિયાન તેમણે 26 યોજનાઓ 21.5 અબજ ડોલર રોકાણની વાત કરી હતી.
બાંગ્લાદેશના અા પગલાંથી બંને દેશોના સબંધોમાં તિરાડ પડી છે.