નવી દિલ્હી : જ્યારે ભારત સરકારે ચાઇનીઝ મોબાઈલ એપ ટિકટોક (Tiktok) પર પ્રતિબંધ મૂક્યો ત્યારે વિશ્વમાં એક મોટો સંદેશ ગયો. આ પછી અમેરિકાએ પણ આ દિશામાં પગલા ભરવાના સંકેત આપ્યા હતા. હવે યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયન કહે છે કે જો યુએસ અને યુરોપિયન દેશો Tiktok ઉપર પ્રતિબંધ મૂકશે તો ચીન પાસેથી જાસૂસ હથિયાર છીનવાઈ જશે.
ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ઓબ્રાયને દાવો કર્યો હતો કે, ટ્રમ્પ વહીવટ ચીની એપ્લિકેશન્સ અંગે ખૂબ કડક છે અને આગામી દિવસોમાં ટિકટોક, વી ચેટ જેવી એપ્સ પર કાર્યવાહી જોઇ શકાય છે.
તેમણે કહ્યું કે, ભારતે પહેલાથી જ તેમના પર પ્રતિબંધ લગાવી દીધો છે, હવે જો અમેરિકા પણ આ કરે અને યુરોપિયન દેશો પણ પગલાં લે તો ચીનને મોટો આંચકો લાગશે. તેનાથી ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના જાસૂસી સાધનો સમાપ્ત થઈ જશે. જે બાળકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે તે માટે તે સારું છે, પરંતુ ટિકટકોક તેના દ્વારા તમારી સંપૂર્ણ ઓળખ લઈ રહ્યું છે.