લંડનઃ લોકો કેન્સર અને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક પ્રકારના અભિયાનો ચલાવતા હોય છે ત્યારે એક ઇન્સ્ટાગ્રામ કલાકારે અનોખી રીતે જાગૃતિ ફેલાવવાનું અભિયાન છેડ્યું છે.
કરોડપતિ ઇંસ્ટાગ્રામ કલાકાર સોફિ ટીએ સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે અનેક ન્યૂડ પેઇન્ટિંગ્સ બનાવી છે. આ પેઇન્ટિંગ્સ દ્વારા સોફીએ કરોડો રૂપિયાની કમાણી કરી છે. જો કે હવે આ પેઇન્ટરે જાહેરાત કરી છે કે ,તે ન્યૂડ ફોટો નહીં બનાવે. 28 વર્ષની સોફી ટી લંડનમાં રહે છે, તે એક ઇન્સ્ટાગ્રામ કરોડપતિ છે. તેણે ફક્ત એક વર્ષમાં ઓનલાઇન ન્યૂડ ફોટા દ્વારા 9 મિલિયન ડોલર એટલે કે, લગભગ 6 કરોડ 61 લાખ રૂપિયાની કમાણી કરી છે.
તેની પેઇન્ટિંગ્સને ખૂબ પસંદ કરવામાં આવી રહી હતી. તે જ વર્ષે, તેણે આ વ્યવસાયમાં કરોડોની કમાણી કરી હતી. પણ હવે તે તેનાથી કંટાળી ગઈ હતી. આને કારણે, પરિવર્તન માટે, તેઓએ હવે આગળ ન્યૂડ પેઇન્ટિંગ્સ ન બનાવવાનું નક્કી કર્યું છે.
સોફી બ્રેસ્ટ કેન્સરની જાગૃત્તિ માટે આ પેઇન્ટિંગ્સ બનાવતી હતી. મહત્ત્વની વાત એ છે કે, સોફીની પેઇન્ટિગ્સ કોઇ આર્ટ ગેલેરીમાં નહીં પરંતુ ઓનલાઇન વેચાતી હતી.
સિ઼ડનીથી લઇને લંડન સુધી સોફીનું કામ ઘણું જ સરાહવવામાં આવી રહ્યું હતું. મહિલાઓની બોડી અંગે બનાવેલી પેઇન્ટિંગ્સ ઘણાં જ સ્ટ્રોંગ મેસેજ આપતા હતા. સોફી 2012માં જ્યારે તેણે ગ્લિટર બૂબ ટ્રેન્ડ શરૂ કર્યો ત્યારે તે ચર્ચામાં આવી હતી. આ પછી, ઘણી મહિલાઓએ આ વલણને ઇન્સ્ટાગ્રામ પર અનુસર્યું હતુ.