ઉત્તર હંગરીના સૌથી નાનકડા ગામ સિનપેત્રીના 71 વર્ષીય બેલા વર્ગાએ પોતાના હાથે પુસ્તક બનાવ્યું છે. આ પુસ્તક દુનિયાનું સૌથી મોટું છે. 71 વર્ષીય બેલાએ પુસ્તક બનાવવા માટે પારંપરિક બુક બાઈડિંગની ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. આ બુક 4.18 મીટર લાંબી અને 3.77 મીટર પહોળી છે, તેમાં 346 પેજ છે. બુકનું વજન 1420 કિલોગ્રામ છે. આ બુકમાં બેલાએ વાતાવરણ, ગુફાઈ અને ભૂભાગની રચનાની જાણકારી આપી છે. બેલાએ જણાવ્યું કે, આ બુક માત્ર તેના આકાર કે વજન જ નહીં પણ તે બનાવવા માટે વાપરેલી ટેક્નોલોજીને કારણે પણ ચર્ચામાં છે.આ બુક તેમાં આપેલ જાણકારીને લઈને અન્ય દરેક બુકથી અલગ છે. બુકને બનાવવા લાકડાંનું ટેબલ અને આર્જેન્ટિનાથી મંગાવેલા ગાયના ચામડાનો ઉપયોગ કર્યો છે. બુકનું પેજ ફેરવવા માટે 6 લોકોની જરૂર પડે છે. આ બુકની એક નાનકડી કોપી પણ બનાવી છે, જેથી તેને ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાવી શકાય. આ બુકનું વજન 11 કિલોગ્રામ છે. બંને પુસ્તકને એકસાથે જ બનાવવામાં આવી છે. બેલાએ જણાવ્યું કે, આ બુકને સાફ કરવા માટે ભૂટાનના વડાપ્રધાને યાકની પૂંછડી ભેટમાં આપી છે. ભૂટાનમાં યાકની પૂંછડીનો ઉપયોગ બૌદ્ધ ભિક્ષુકો પવિત્ર પુસ્તકોને સાફ કરવા માટે કરે છે. હું આ પુસ્તકની ધૂળ તેનાથી જ સાફ કરું છું.
Thursday, May 9