અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી વિભિન્ન મુદ્દાઓ પર ચાલી રહેલા અવરોધ વચ્ચે સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક થવાની છે.
દુનિયાના બે શક્તિશાળી દેશોએ પાછલા સપ્તાહમાં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ક્લાઈમેન્ટ ચેન્જ પર સંયુક્ત જાહેરાત કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. જોકે, હાલના દિવસોમાં તાઈવાન જેવા મુદ્દાઓ પર બંને દેશોના વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે.
આ બેઠક સાથે જોડાયેલા કેટલાક સૂત્રોએ અમેરિકન મીડિયાને જણાવ્યું છે કે બેઠકમાં સાઈબર સુરક્ષા, વ્યાપાર અને પરમાણુ અપ્રસાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
શુક્રવારે આપેલા એક નિવેદનમાં અમેરિકન રાષ્ટ્રપતિના કાર્યાલય વ્હાઈટ હાઉસે કહ્યું, “બંને નેતા અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી પ્રતિસ્પર્ધાને જવાબદારી સાથે બનાવી રાખવા અંગેની રીતો પર વિચાર કરશે. સાથે જ સંયુક્ત હિતોની બાબતો પર સાથે મળીને કામ કરવાના મુદ્દા ઉપર પણ ચર્ચા કરશે.”
આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકન રાષ્ટ્રપતિનો પદભાર સંભાળ્યા પછી જો બાઈડન અને શી જિનપિંગે બે વખત વાતચીત કરી છે. પરંતુ બંને નેતાઓ માને છે કે, બંને દેશો વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને ગતિરોધ છે.
પાછલા સપ્તાહ શી જિનપિંગે અમેરિકા-ચીન સંબંધો પર રાષ્ટ્રીય સમિતિને લખ્યું હતુ કે, બંને દેશોના સંબંધોને સુધારવા માટે તેમનો દેશ તૈયાર છે.