ભારતીયો પણ યુક્રેનમાં રશિયન હુમલાનો શિકાર બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે આજે યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારે પણ ભારત માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ વધુ એક વિદ્યાર્થીનું મોત થયું છે. આ વિદ્યાર્થી પંજાબનો રહેવાસી હતો. તમને જણાવી દઈએ કે આગલા દિવસે એટલે કે મંગળવારે પણ ખાર્કિવમાં ગોળીબારમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું.
#BREAKING : One More #Student died in #Ukraine where #war is underway,An Indian Punjabi boy Chandan Jindal (22) was studying at Vinnytsia Medical University, Vinnytsia Ukraine he was injured in #Russian attack today he #died while going under treatment in Ukraine #RIPChandan.💐💐 pic.twitter.com/lAEKLIExBs
— Arbaaz The Great (@ArbaazTheGreat1) March 2, 2022
The 22-year-old student Chandan Jindal from Punjab died in #Ukraine. This is the second Indian student killed in #Ukriane#TYPNews pic.twitter.com/LQvWVGkeAQ
— Jammu & Kashmir News 🇮🇳 (@TheYouthPlus) March 2, 2022
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. યુક્રેનમાં ફાટી નીકળેલા યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. મૃતક વિદ્યાર્થીની ઓળખ કર્ણાટકના રહેવાસી નવીન તરીકે થઈ હતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ કરી છે.