Aryan Khan ના મામલા પર આ નેતાએ Tweet કરીને કહ્યું- ખાન સરનેમના કારણે પરેશાન કરવામાં આવી રહ્યું છે
NCBએ મુંબઈમાં ચાલી રહેલી એક cruze drugs પાર્ટી પર રેડ પડી હતી જ્યાં થી NCB એ 8 લોકોની અટકાયત કરી હતી.આ ઘટના ના આરોપીમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનને પણ ગિરફ્તાર કર્યો.
આ ઘટનાને લઇ ઘણા નેતાઓ એક પ્રકારે આર્યન ખાનના બચાવમાં ઉતારી આવ્યા છે, થોડાક દિવસ અગાઉ પણ NCP ના નેતા દ્વારા બચાવમાં ઉતરી પ્રેસ કોન્ફ્રેસસ કરી હતી. હવે જમ્મુ અને કાશ્મીર ની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના હેડ મહેબુબા મુફ્તીએ ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપી બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર કાર્યવાહીનો મુદ્દો બનાવી કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. મહેબુબા મુફ્તીએ ઉત્તરપ્રદેશના લખીમગીરીની ઘટનાને ટાંકી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
મહેબુબા મુફ્તીએ tweet કર્યું કે ચાર ખેડૂતોની હત્યાના આરોપી કેન્દ્રીય મંત્રીના પુત્ર પર કાર્યવાહી કરીને ઉદાહરણ રજુ કરવાની જગ્યાએ કેન્દ્રીય એજન્સીઓ 23 વર્ષની ઉંમરના છોકરાની પાછળ ફક્ત એટલા માટે પડી ગઈ છે કારણ કે તેની સરનેમ ખાન છે.
Instead of making an example out of a Union Minister’s son accused of killing four farmers, central agencies are after a 23 year old simply because his surname happens to be Khan.Travesty of justice that muslims are targeted to satiate the sadistic wishes of BJPs core vote bank.
— Mehbooba Mufti (@MehboobaMufti) October 11, 2021
જોકે આર્યન ને જામીન પણ નથી મળ્યા, આપને જણાવી દઈએ કે NCBએ cruze પર દરોડો પાડી ત્યાંથી 8 લોકોની અટકાયત કરી હતી. જેમાં શાહરુખનો પુત્ર આર્યન પણ સામેલ છે અને આજે જામીનની સુનાવણી હતી પરતું જામીન મળ્યા નથી અને હવે 13 ઓક્ટોબર ના દિવસે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હમણાં મુંબઈની આર્થર રોડ જેલમાં છે. NCB આ મામલે હજુ પણ તપાસ કરી રહી છે. જોકે આર્યન ખાનના વકીલે દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી અને ન તો તેણે ડ્રગ્સ લીધુ હતું.