નવી દિલ્હી : બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જ્હોનસન હવે કોરોના વાયરસ રોગથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે. તેણે કોરોના સાથેના યુદ્ધ દરમિયાન મૃત્યુનો સામનો કરી રહેલા પોતાના અનુભવને શેર કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, જ્યારે તેને કોરોનાથી ચેપ લાગ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે ડોક્ટરોએ તેની મૃત્યુની જાહેરાત કરવાની તૈયારી કરી લીધી હતી.
જ્હોનસને કહ્યું હતું કે, ‘સ્ટાલિનની મૃત્યુ’ પ્રકારના સિનેરીયો માટેની ડોકટરોની યોજના હતી. મને આ યોજનાઓ વિશે પહેલેથી જ ખબર હતી. મારી કથળતી હાલત પર ડોકટરોએ પહેલેથી જ બધી વ્યવસ્થા કરી લીધી હતી.
પીએમ જોહ્ન્સને કહ્યું કે, અગાઉ તેઓ તેમની પરિસ્થિતિ પ્રત્યે ગંભીર નહોતા. તે સતત કામ કરતા હતા. તેણે એમ પણ કહ્યું કે શરૂઆતમાં તે હોસ્પિટલમાં જવા તૈયાર ન હતા, પરંતુ જ્યારે ડોક્ટરોએ તેમને પરિસ્થિતિની ગંભીરતા જણાવી ત્યારે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા.
જ્હોનસને આગળ કહ્યું કે, ડોક્ટરોએ મને હોસ્પિટલમાં લઈ જઇ બળજબરીથી સારવાર કરી. હવે હું આ રોગ સામે લડવા અને આપણા દેશની સ્થિતિને વધુ સારી બનાવવા માટે પહેલા કરતા વધારે મજબૂત બન્યો છે.
તે જાણીતું છે કે 55 વર્ષીય બોરીસ જ્હોનસનને 5 એપ્રિલે લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 એપ્રિલના રોજ, તે સ્વસ્થ થઈ ગયા અને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હતા.
તે થોડા દિવસો પહેલા જ પિતા બન્યો હતો. બોરિસ જ્હોનસન અને તેના મંગેતર કેરી સાયમન્ડ્સે તેમના દાદા અને બે ચિકિત્સકોના નામ પર તેમના નવજાત પુત્ર વિલ્ફ્રેડ લૌરી નિકોલ્સનું નામ રાખ્યું છે. તેમણે કહ્યું કે આ અઠવાડિયે તેઓ લોકડાઉન છૂટ માટેનો એક રોડમેપ તૈયાર કરશે અને જાહેર કરશે.