ચીનમાં 76 ટકા લોકોને કોરોનાની રસીના બંને ડોઝ અપાઈ ચુકયા છે.આમ છતા છેલ્લા કેટલાક દિવસથી ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.
ચીનની રાજધાની બિજિંગ સહિતના દેશના બીજા રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.ચીનની સરકારના કહેવા પ્રમાણે બુધવારે કોરોનાના ૯૩ કેસ સામે આવ્યા છે.9 ઓગસ્ટ બાદ આ સૌથી વધારે કેસ છે. સરકારે ચેતવણી આપી છે કે, જે લોકો બહારગામની મુસાફરી કરીને પાછા આવ્યા હોય તેઓ પોતાની હોટલ, કંપની અને સ્થાનિક લોકોને જાણકારી આપે અને આઈસોલેશનમાં જતા રહે.
જે નવા કેસ આવ્યા છે તેમાં 35 કેસ તો રશિયાની બોર્ડરને અડીને આવેલા રાજ્યમાં જ સામે આવ્યા છે.
આ સિવાય બીજા રાજ્યોમાં પણ કોરોનાના નવા કેસ થયા છે.બીજી તરફ રશિયાએ એક સપ્તાહનુ લોકડાઉન લાગુ કર્યુ છે.
આમ છતા રશિયામાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા નથી.24 કલાકમાં રશિયામાં નવા 40000 દર્દીઓ સંક્રમિત થયા છે.સાથે 1189 લોકોના મોત થયા છે. દુનિયામાં કોરોનાથી સત્તાવાર રીતે જાેવામાં આવે તો ૫૦ લાખથી વધારે લોકોના મોત થયા છે.જાેકે જાણકારોનુ માનવુ છે કે, સત્તાવાર આંકડા કરતા કોરોનાથી થયેલા મોતનો આંકડો ઘણો વધારે છે.