નવી દિલ્હી : ફેસબુકે આ મહિનામાં 15 જૂને બ્રાઝિલમાં WhatsApp (વોટ્સએપ) પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે. હવે તેને ત્યાં સસ્પેન્ડ કરી દેવાઈ છે. બ્રાઝિલની સેન્ટ્રલ બેંકે વિઝા અને માસ્ટરકાર્ડને વ્હોટ્સએપ પેમેન્ટ સર્વિસ પ્રોજેક્ટ પર ફેસબુક સાથે કામ ન કરવા આદેશ આપ્યો છે.
નોંધપાત્ર વાત એ છે કે, બ્રાઝિલ પહેલો દેશ છે જ્યાં ફેસબુકએ WhatsApp પેમેન્ટ્સ શરૂ કર્યા હતા. ભારતમાં, કંપની 2018 થી તેનું પરીક્ષણ કરી રહી છે, પરંતુ સરકાર તરફથી મંજૂરીના અભાવને કારણે હજી સુધી તે શરૂ કરવામાં આવ્યું નથી.
બ્રાઝિલની સેન્ટ્રલ બેંકે પ્રતિસ્પર્ધી પ્રકૃતિ હોવાને કારણે વોટ્સએપ પેમેન્ટ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
બ્રાઝિલની સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં કહ્યું, ‘સેન્ટ્રલ બેંકનો નિર્ણય પર્યાપ્ત સ્પર્ધાત્મક વાતાવરણને સુરક્ષિત રાખવાનો છે, જે આંતર-સિસ્ટમ, ઝડપી, સલામત, પારદર્શક અને પોસાય તેવી ચુકવણી સિસ્ટમની ખાતરી આપે છે.’