Breaking: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આપ્યું રાજીનામું
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આપ્યું રાજીનામું, કહ્યું- પીએમ પદ છોડી રહ્યો છું.
કેનેડાના વડાપ્રધાને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેનેડિયન અખબાર ગ્લોબ એન્ડ મેલ અનુસાર, કેનેડિયન પીએમએ કહ્યું છે કે જ્યાં સુધી નવા વડાપ્રધાનની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ પદ પર રહેશે.
તેમણે કહ્યું, “હું પાર્ટીના નેતા તરીકે, વડાપ્રધાન તરીકે રાજીનામું આપું છું
અને જ્યાં સુધી પાર્ટી તેના આગામી નેતાની પસંદગી ન કરે ત્યાં સુધી હું પદ પર રહીશ. ગઈકાલે રાત્રે મેં લિબરલ પાર્ટીના પ્રમુખને તે પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે.”