સરકારે એ સ્વીકાર્યું છે કે ભારતીય સંચાર નિગમ લિમિટેડ ના મોબાઈલ નેટવર્કમાં લગભગ 53 ટકા ઈક્વિપમેન્ટ બે ચીની કંપનીઓ જેટીઈ અને હુવાવેના છે. આ મામલામાં ખાનગી કંપનીની સ્થિતિ સારી છે કારણ કે તે ઘણા બીજા દેશોમાંથી આવા ઈક્વિપમેન્ટ્સ મંગાવે છે.
સંચાર રાજ્ય મંત્રીએ આપી જાણકારી
BSNLના મોબાઈલ નેટવર્કમાં લગભગ 44 ટકા ઈક્વિપમેન્ટ ચીની કંપની ZTEના અને 9 ટકા ઈક્વિપમેન્ટ હુવાવે (Huawei)ના છે. સંચાર રાજ્ય મંત્રી સંજય ધોત્રેએ ગુરુવારે રાજ્યસભામાં આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે ચીની ટેલીકોમ ગિયર મેકર્સ કંપનીઓ ઉપકરણો માટે સરકારની પાસે ડેટા નથી.
ધોત્રેએ રાજ્ય સભામાં જણાવ્યું, ‘ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના મોબાઈલ નેટવર્કનો 44.4 ટાકા ભાગ ZTE અને 9 ટકા ભાગ હુવાવેનો છે. આ હેઠળ મહાનગર ટેલીકોન નિગમ લિમિટેડના મોબાઈલ નેટવર્કમાં 10 ટકા ભાગીદારી ચીની કંપનીઓ પાસેથી આવેલા ઈક્વિપમેન્ટની છે. ’
ખાનગી કંપનીઓનો આ છે હાલ
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અનુસાર આંકડાના આધાર પર તેમણે જણાવ્યું કે રિલાયન્સ જીયો ઈન્ફોકોમ પોતાની સેવાઓ માટે જેટીઈ અને હુવાવેના કોઈ પણ ઈક્વિપમેન્ટ ઉપયોગ નથી કરી રહી. તેમણે જણાવ્યું કે ટેલીકોમ કંપનીઓ પોતાની વ્યાપરોની જરૂરીયાતોના હિસાબથી ટેલીકોમ ઈક્વિપમેન્ટ ખરીદે છે અને આવી કંપનીઓને લાયસન્સમાં આપવામાં આવેલા સુરક્ષા નિયમોનું પાલન કરવું પડે છે.
બીજી ખાનગી કંપનીઓના વિશે જાણકારી આપતા તેમણે કહ્યું કે વોડાફોન આઈડીયા લિમિટેડ પોતાના નેટવર્કમાં કોઈ વેન્ડર પાસેથી ખરીદેવા ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરે છે અ હંમેશા સુરક્ષા સંબંધી ધોરણોનું પાલન કરતી રહી છે. આવી રીતે ભારતીય એરટેલ ભારત, અમેરિકા, યુરોપ, ચીન જેવા ઘણા દેશોની કંપનીઓના ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરે છે.
ડેટા સુરક્ષાની ચિંતા
મહત્વનું છે કે દેશમાં આ સમયે ચીન વિરોધી માહેલ છે એવામાં ચીનના રોકાણ અને ચીની કંપનીઓના ઉત્પાદનો પર સવાલ ઉભો થઈ રહ્યો છે. ચીની કંપનીઓના ઉપકરણો દ્વારા ભારતમાં જાસુસી અને ડેટા ચોરીના પણ ઘણા આરોપ લાગ્યા છે. એવામાં સરકાર ખૂબ સચેત થઈ ગઈ છે. બીએસએનએલનું નેટવર્ક ઘણા સરકારી વિભાગમાં ઉપયોગમાં લેવામાં આવે છે. માટે આ ખુબ સંવેદનશીલ મામલો છે.