આજે ઘરના સામાન્ય કામકાજથી લઇને મોટા મોટા કારખાનાના ઉત્પાદન માટે પણ રોબોટની મદદ લેવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીએ માણસના જીવનને ખૂબજ સરળ બનાવી દીધું છે. સાઉદી અરેબિયાના નાગરીક રોબોટ સોફિયાને વિશ્વમાં ખૂબજ લોકપ્રિયતા મળી છે. ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં યોજાતી બિઝનેસ કોન્ફરન્સમાં પણ ભાગ લઇ ચૂકયો છે. સોફિયાનું હાજર જવાબીપણું માણસની બુધ્ધિથી જરાં પણ ઉતરતું નથી.જુના રોબોટિક વેરિએટની સરખામણીમાં રોબોટ સોફિયા હાવ ભાવ માણસોને વધારે મળતા આવે છે. તે માણસની જેમ જ જોવાની,બોલવાની અને અભિપ્રાય આપવાનો પ્રયત્ન કરે છે.
એક માહિતી મુજબ ૨૦૪૫ સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીના ક્ષેત્રમાં એટલી ક્રાંતિ આવી હશે જેનાથી માણસ રોબોટ સાથે લગ્ન પણ કરતો થઇ જશે. આ વાત ધ એજ ઓફ લિવિંગ ઇન્ટેલિજેન્ટ સિસ્ટમના એકં સંશોધન પત્રમાં પણ જણાવવામાં આવી છે કે આવનારા દાયકાઓમાં માણસ અને રોબોટ વચ્ચેનો ભેદ પાંમવો મુશ્કેલ બનશે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને ફેશિયલ રિકોગ્નિશનનો પ્રયોગની બોલબાલા રહેવાની છે. માણસ પોતાની મગજશકિત કરતા પણ રોબોટની વધારે શકિતનો અનુભવ કરી શકશે. એટલું જ નહી એ.આઇના કારણે માણસના સામાજિક અને આર્થિક જીવનમાં ધરખમ પરીવર્તનો આવી ગયા હશે. આ સંશોધનપત્રમાં સોફિયા રોબોટ તૈયાર કરનારા ડૉ ડેવિડ હાન્સનને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે રોબોટ માણસ સાથે લગ્ન જ નહી તે જમીન ઘરની ખરીદીથી માંડીને મતાધિકાર ધરાવતો થાય તેવું પણ બની શકે છે. ૨૦૩૫ સુધીમાં તો આજે માણસ જે પણ પ્રવૃતિ કરે છે તે બધી જ કરવા માટે તે સક્ષમ હશે. ૨૦૩૮માં રોબોટ સામાજિક અધિકારો માટે થતા આંદોલનમાં પણ ભાગ લેતા હશે.